ETV Bharat / state

Communal Harmony in Dalwana : વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં મંદિરમાં રોઝા ખોલાવી કોમી એકતા દર્શાવી

author img

By

Published : Apr 13, 2022, 3:26 PM IST

Updated : Apr 13, 2022, 5:07 PM IST

બનાસકાંઠાના ડાલવાણા ગામમાં (Dalwana village of Vadgam taluka) કોમી એકતાના (Communal Harmony in Dalwana) દર્શન થયા હતા. મુસ્લિમ બિરાદરોએ મંદિરે રોઝા ખોલ્યા તો હિંદુભાઈઓએ મહેમાન નવાઝી કરી એક કોમી એકતાના દર્શન કરાવ્યા હતાં.

Communal Harmony in Dalwana : વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં મંદિરમાં રોઝા ખોલાવી કોમી એકતા દર્શાવી
Communal Harmony in Dalwana : વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં મંદિરમાં રોઝા ખોલાવી કોમી એકતા દર્શાવી

વડગામ-હાલના સાંપ્રત સમયમાં કોમવાદ, નાત-જાતના નામે વાદવિવાદો વધતા જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું એક ગામ એવું પણ છે કે, જ્યાં કયારેય કોમવાદનો પ્રશ્ન ઉભો થયો જ નથી. અન્ય લોકોએ પણ આ ગામ પાસેથી કોમી એકતાના પાઠ ભણવા જેવા છે. આ ગામમાં હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસમાં ડાલવાણા (Dalwana village of Vadgam taluka)ગામના હિંદુ મંદિરોનું સંચાલન કરતા ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ (Dalwana Devsthan Trust)અને ગ્રામપંચાયત દ્વારા ગામના મુસ્લિમ બિરાદરોને ગામમાં આવેલા પ્રસિદ્ધ વારંદા વાર મહારાજના (Varanda veer Maharaj Temple)મંદિરે રોઝા ખોલાવી ગામમાં ચાલી આવતી કોમીએકતાને વધુ મજબૂત(Communal Harmony in Dalwana) બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

શ્રી વારંદા વીર મહારાજના મંદિરે પવિત્ર રમઝાન માસમાં રોઝા ખોલાવવાના કાર્યક્રમનું આયોજન

વડગામમાં કોમી એકતા વર્ષોથી અકબંધ છે- દેશ અને રાજ્યમાં હાલમાં કોમી માહોલ સર્વે લોકો જાણે છે. હાલમાં કોમવાદએ એક વોટબેંકનો વિષય બની ગયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું એવું પણ ગામ છે જ્યાં કોમી એકતા વર્ષોથી અકબંધ છે. આ ગામનું નામ ડાલવાણા છે. જ્યાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો કોઈ પણ પરિસ્થિતિમાં એક અને નેક રહ્યા છે. આ ગામમાં હિંદુ અને મુસલમાનની એકતા માટે એક ઉત્તમ ઉદાહરણ આપી શકાય તેવું ગામ છે. આ ગામમાં હિંદુઓના તહેવારોમાં મુસ્લિમ બિરાદરો ખડે પગે હોય છે. તો મુસ્લિમોના તહેવારોમાં હિંદુઓ પણ પાછળ રહેતા નથી. આ ગામ લોકો માટે ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. આ ગામમાં મોહરમ અને નવરાત્રી નો પ્રસંગ એક સાથે હોય તો પણ ગામમાં સુમેળ ભર્યા વાતાવરણમાં એક બીજાને મદદરૂપ થઇ હર્ષોલ્લાસ સાથે પ્રસંગો ઉજવે છે. માટે જ આ ગામે એક પ્રેરણાદાયી ગામ તરીકેની ઓળખ ઉભી કરે છે.

આ પણ વાંચોઃ વલસાડમાં 10 વર્ષની બાળકીએ 30 દિવસના રોઝા રાખ્યા

ગામમાં વધુ એક પ્રેરણાદાયી કાર્યક્રમ - ગામના હિંદુ મંદિરોના સંચાલન માટે કાર્યરત શ્રી ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ અને ડાલવાણા ગ્રામપંચાયત સરપંચ ભૂપતસિંહ હડિયોલ દ્વારા ગામના મુસ્લિમ બિરાદરોને ગામના પ્રસિદ્ધ શ્રી વારંદા વીર મહારાજના મંદિરે પવિત્ર રમઝાન માસમાં રોઝા ખોલાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, સામાજિક અગ્રણી, હયાતખાન બિહારી, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ગામના મુસ્લિમ બિરાદરો અને હિંદુઓ એક સાથે ઉપસ્થિત રહી ગામના ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

હિંદુઓના તહેવારોમાં મુસ્લિમ બિરાદરો ખડે પગે હોય છે. તો મુસ્લિમોના તહેવારોમાં હિંદુઓ પણ પાછળ રહેતા નથી

કોમી એકતાથી હિંદુઓ મુસ્લિમોના તહેવાર ઉજવવામાં આવે છે- બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં 100થી પણ વધુ મુસ્લિમ બિરાદરોએ ગામના વારંદા વીર મહારાજના મંદિરે રોઝા ખોલ્યા હતાં અને મંદિર પરિસરમાં જ નમાઝ અદા કરી હતી. વર્ષોથી ડાલવાણા ગામે કોમી એકતાથી હિંદુઓના તેમજ મુસ્લિમોના તહેવાર ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ RAMZAN 2022: દેશના ઘણા ભાગોમાં રમઝાનનો ચંદ્ર જોવા મળ્યો, રવિવારે પ્રથમ ઉપવાસ

Last Updated : Apr 13, 2022, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.