હાલમાં ખેરોજ અંબાજી માર્ગને અંદાજે એકસો સાત કરોડ રૂપિયાના ખર્ચે ચારમાર્ગીય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હડાદ વચ્ચેનો માર્ગ ડુંગરાળ અને પથરાળ હોવાથી પહોળો કરવા બ્લાસ્ડીંગ કરવાની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે, અને કરતી વખતે પણ જાતની જાનહાની હોનારત સર્જાય નહીં તેવા માટે જિલ્લા કલેકટર દ્વારા આ માર્ગ ઉપર વાહન વ્યવહાર સદંતર બંધ કરવાં જાહેર નામું પ્રસિધ્ધ કરાયુ હતુ. પરંતુ જિલ્લા કલેકટરનાં જાહેરનામાંનું છડેચોક ભંગ કરાઇ રહ્યા હોય તેમ અનેક નાના મોટા વાહનો જીવનાં જોખમે અવર-જવર કરી રહ્યા છે.
જોકે એસ.ટી વાહન વ્યવહાર આ રૂટ ઉપર બંધ કરાતાં એસ.ટી નિગમને મોટી ખોટ પણ જઇ રહી છે. અંબાજી એસ.ટી ડેપોનાં મેનેજરે જિલ્લા કલેકટરનાં જાહેરનામાંનુ કડક પણે અમલ કરાવવા માંગ કરી છે. જેમ ખાનંગી વાહનો અવર-જવર કરી રહ્યા છે. તેમ એસ.ટી બસને પણ આ રૂટ ઉપર ચાલવા દેવાની છુટ માંગી છે.
અંબાજી ખેરોજ સુધીનો ચાર માર્ગીય રસ્તો અંદાજે 1.7 કરોડનાં ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાઓએ માર્ગો ભારે જોખમી બન્યા છે. રસ્તાઓ લેવલમાં કરવાં એક સાઇડ ખાઇ જેવાં બની ગયા છે. ત્યારે આડેધડ અવર-જવર કરતાં વાહનો મોટી હોનારત સર્જે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવાં જિલ્લા કલેકટરે જાહેરનામું પણ પ્રસિધ્ધ કરેલ છે. છતાં વાહનોની બે રોકટોક અવર-જવર થઇ રહી છે. આ બાબતે કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે, હાલ માં જે લોકસભાની ચુંટણીઓ હતી તેને લઇને અમે આ રસ્તો ખુલ્લો કર્યો હતો. પણ હવે શુક્રવારથી આ માર્ગ સદંતર બંધ કરી દેવામાં આવશે.
હાલ આ માર્ગ ઉપર ખાનંગી જીપો ઓવરલોડ મુસાફરોને બેસાડી જીવનાં જોખમે મુસાફરી કરી રહી છે. બીજા વાહનો પણ અવર-જવર કરી રહ્યા છે. તેને જોતા રાત્રીનાં સમય કે દિવસે મોટી જાનહાની અકસ્માતો સર્જાય તેવી ભીતી સેવાઇ રહી છે. એટલું જ નહીં આ ધબકતા વાહન વ્યવહારને લઇ ચાર માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી પણ ગોકુળગતીએ જોવા મળી રહી છે. આગામી સમયમાં ચોમાસું નજીક આવતાં આ કામગીરી વહેલી તકે પુરી કરાય તે જરૂરી બન્યુ છે.