ETV Bharat / state

Clashes in Palanpur Municipality: કાઠલા પકડી ધમપછાડા, નગરપાલિકા બની અખાડો, જૂઓ વીડિયો...

પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ચાલુ સભામાં હોબાળો (Clashes in Palanpur Municipality)મચ્યો હતો. વિપક્ષ દ્વારા સભામાં નકલી નોટો ઊછળી વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ ઉગ્ર બનતા વિરોધ પક્ષના નેતાએ પાલનપુર નગરપાલિકાના પ્રમુખની સાડી ખેચતા ભારે હોબાળો થયો હતો.

author img

By

Published : Mar 31, 2022, 8:06 PM IST

Hobalo in Palanpur Municipality: પાલનપુર નગરપાલિકામાં ચાલુ સભાએ વિપક્ષ અને પક્ષ આમને સામને આવ્યું

બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં આજે ચાલુ સભાએ હોબાળો (Clashes in Palanpur Municipality) મચ્યો હતો. વિપક્ષના નેતાએ ચાલુ સભામાં નકલી નોટો ઊછળી વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ વિરોધ ઉગ્ર બનતા વિરોધ પક્ષના નેતાએ નગરપાલિકા પ્રમુખની સાડી ખેંચતા મામલો ઉગ્ર બન્યો હતો.

પાલનપુર નગરપાલિકા સભા

પાલનપુર પાલિકામાં સામાન્ય સભા યોજાઈ - દરેક શહેરનો વિકાસ તેના રોડ, લાઈટ અને પાણી આધારિત હોય છે. દરેક ગામના સ્થાનિક લોકો તેના શહેરના વિકાસને લઇને મતદાન કરતા હોય છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવી (Palanpur Budget Board Meeting)પાલિકાઓ છે કે જ્યાં વિકાસ ન થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા ઘણા સમયથી વિવાદોમાં ચાલી રહી છે જેમાં આજરોજ બજેટ બોર્ડની બેઠક મળી હતી. ભાજપ બહુમતી સભ્યો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું પરંતુ વિપક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પાલનપુરના એવા અનેક વિસ્તારો છે જ્યાં સ્થાનિક લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેના કારણે સ્થાનિક લોકો અનેક વાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તેમના વિસ્તારમાં વિકાસના થતા સ્થાનિક લોકો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે જે અંગેની રજૂઆત સ્થાનિક કોર્પોરેટરો અને કરતા આજે બજેટમાં સ્થાનિક લોકો લોકોની રજૂઆતના પગલે વિપક્ષના સભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ પાલનપુર નગરપાલિકામાં પ્રમુખનો તાજ હેતલબેન રાવલના શિરે

સામાન્ય સભામાં હોબાળો - પાલનપુર નગરપાલિકામાં બજેટને લઈને યોજાયેલી બેઠકમાં ભાજપના નગરપાલિકા પ્રમુખ અને દીપકના સત્ય વચ્ચે હંગામો સર્જાયો હતો ખાસ કરીને વિકાસના કામોને લઇ આજે બજેટમાં મળેલી બેઠક ઉગ્ર બની હતી. આ સમગ્ર વિરોધ વચ્ચે આજે વિપક્ષ અને ભાજપ વચ્ચે વિરોધ ઉગ્ર બનતા વિપક્ષ નેતા ચાલુ સભામાં નકલી નોટો ઊછળી વિરોધ દર્શાવ્યો હતો. પાલિકા પ્રમુખની સાડી ખેંચી હતી બીજી તરફ શાસક પક્ષના નેતા હસમુખ પઢીયારનો કોલર પણ ખેંચતા હોબાળો મચી ગયો હતો. જોકે આ સમગ્ર મામલે પાલિકા પ્રમુખ હેતલબહેન રાવલે આ વિરોધને વખોડી કાઢી આ રીતનો વિરોધ ના હોય તેમ જણાવી આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

પાલિકા પ્રમુખનું નિવેદન - આ અંગે પાલનપુર નગરપાલિકા પમુખ હેતલબહેન રાવલે જણાવ્યું હતું કે આજે અમારી બોર્ડની બેઠક હતી બજેટ બોર્ડ હતું જે મેં રજૂ કર્યું છે. અમારા સભ્યો દ્વારા બહુમતીથી તેને પસાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના સભ્યો દ્વારા કોંગ્રેસના પાલિકા વિપક્ષના નેતા દ્વારા મારા પર હાથ ઉઠાવવામાં આવ્યો છે. મારી સાડી ખેંચીને મારી સાડી કાઢી નાખી છે આ રીતે વિરોધ ના હોય ભારતીય જનતા પાર્ટી જ્યારે ત્યારે વિરોધમાં બેઠેલી હોય ત્યારે વિરોધ કરતી હોય છે મર્યાદામાં વિરુદ્ધ હોઈ, સિસ્થમાં વિરૂદ્ધ હોય, આ રીતે લોકોના કામ કરાય , લોકોના કામ કરવા હોઈ તો આરીતે ના કરાય રજુઆત કરીને કામ કરાવાય, ખાલી એમ ખ્યાતિ મેળવવા માટે મીડિયામાં આવવા માટે જે કરી રહ્યા છે એ તદન ખોટું છે અને હું પોલીસ ફરિયાદ કરવાની છું આ બાબતે.
આ પણ વાંચોઃ પાલનપુરના વોર્ડ નંબર 5માં ગંદકી અને ખરાબ રસ્તાથી કંટાળી સ્થાનિકોએ થાળી વગાડી તંત્રનો વિરોધ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.