ETV Bharat / state

સિવિલ સત્તાધીશોએ કોરોના દર્દીની સારવાર નહિ કરતાં હોસ્પિટલના પ્રાંગણમાં જ જીવ ગુમાવ્યો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તેમજ દરરોજ કોરોના કેસોના દર્દીઓની વધતી સંખ્યાને લીધે હોસ્પિટલોમાં હવે દર્દીઓને દાખલ પણ કરવામાં આવતા નથી. કોરોનાના દર્દીને સમયસર સારવાર ના મળતા જીવ પણ ગુમાવ્યો હતો.

સિવિલ સત્તાધીશોએ કોરોના દર્દીની સારવાર નહિ કરતાં હોસ્પિટલના પ્રાંગણમાં જ જીવ ગુમાવ્યો
સિવિલ સત્તાધીશોએ કોરોના દર્દીની સારવાર નહિ કરતાં હોસ્પિટલના પ્રાંગણમાં જ જીવ ગુમાવ્યો
author img

By

Published : Apr 14, 2021, 8:45 PM IST

  • જિલ્લામાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ બગડી
  • વહીવટી તંત્ર દર્દીઓની સારવાર મામલે નિષ્ફળ
  • સિવિલમાં કોરોના આઇસોલેશન વોર્ડ બહાર પાર્કિંગ એરિયામાં જ દર્દીનું મોત
  • 1 કલાકથી કોરોના દર્દીએ આઈસોલેશન વોર્ડ બહાર ગાડીમાં જ જીવ ગુમાવ્યો

બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તેમજ દરરોજ કોરોના કેસોની વધતી સંખ્યાને લીધે હોસ્પિટલોમાં હવે દર્દીઓને દાખલ પણ કરવામાં આવતા નથી. જેને લીધે સારવાર વિના જ દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. આવો જ એક બનાવ પાલનપુર સિવિલમાં બનતા દર્દીને હોસ્પિટલ બહાર વાનમાં જ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

સિવિલ સત્તાધીશોએ કોરોના દર્દીની સારવાર નહિ કરતાં હોસ્પિટલના પ્રાંગણમાં જ જીવ ગુમાવ્યો

આ પણ વાંચોઃ રાજકોટમાં 13 એપ્રિલે 59 કોરોનાના દર્દીના સારવાર દરમિયાન મોત

કોવિડ દર્દીઓને સરકારી હોય કે ખાનગી કોઈ જ હોસ્પિટલમાં પ્રવેશ મળતો નથી

પાલનપુરમાં કોરોના દર્દીઓના વરવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. કોવિડ દર્દીઓને સરકારી હોય કે ખાનગી કોઈ જ હોસ્પિટલમાં પ્રવેશ મળતો નથી. તમામ હોસ્પિટલો હાઉસફુલ હોવાથી કોરોના દર્દીઓને સારવાર વિના જ દમ તોડવો પડે તેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં વેડચાના કોવિડ પોઝિટિવ દર્દીને પરિવારજનો લઈને આવ્યા હતા. પરંતુ એક કલાક સુધી સિવિલના તબીબોએ દર્દીને દાખલ કર્યો નહિ તે ઉપરાંત કોઈ દર્દીને તપાસવા પણ આવ્યું નહિ. આખરે દર્દીએ હોસ્પિટલના પ્રાંગણમાં જ જીવ ગુમાવવો પડ્યો. જેને લીધે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.