ETV Bharat / state

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર ગઢની મુલાકાતે પહોંચ્યા - Latest news of Banaskantha

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે 13 ઓક્ટોબરે શક્તિપીઠ અંબાજીની મુલાકાત દરમિયાન ગબ્બર ગઢની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અંબાજી ગબ્બર પંથકના 33 જેટલા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારને ઘરથાળના વિનામૂલ્ય પ્લોટની ફાળવણીને લઈ સનદોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Shakti Peeth Ambaji
Shakti Peeth Ambaji
author img

By

Published : Oct 13, 2021, 9:20 PM IST

  • ગુજરાત રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે શક્તિપીઠ અંબાજીની મુલાકાતે
  • ગબ્બર પંથકના 33 જેટલા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારને ઘરથાળના વિનામૂલ્યે પ્લોટની ફાળવણી
  • મુખ્યપ્રધાન સહીત રાજ્યપ્રધાનનું ફુલહાર તેમજ રાવણ હથ્થો ભેટ આપી તેમને આવકાર્યા

બનાસકાંઠા: ગુજરાત રાજ્યના નવા નિમાયેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે 13 ઓક્ટોબરે શક્તિપીઠ અંબાજીની મુલાકાત દરમિયાન ગબ્બર ગઢની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અંબાજી ગબ્બર પંથકના 33 જેટલા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારને ઘરથાળના વિનામૂલ્ય પ્લોટની ફાળવણીને લઈ સનદોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં વિચારતી જાતિના લોકોએ પણ મુખ્યપ્રધાન સહીત રાજ્યપ્રધાનને ફુલહાર તેમજ રાવણ હથ્થો ભેટ આપી તેમને આવકાર્યા હતા. વિનામૂલ્ય રહેણાંકના પ્લોટોનું વિતરણ કરતા દાંતા તાલુકાના કુંભારીયા ખાતે સર્વે નંબર 136 માં 6 હજાર ચોરસ મીટર જમીનમાં 80 ચોરસ મીટરની મર્યાદામાં આ મફત પ્લોટ ફાળવાના હુકમ કરવામાં આવ્યા છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર ગઢની મુલાકાતે પહોંચ્યા

મુખ્યપ્રધાને આ વસાહતને દેવશક્તિ વસાહત તરીકેનું નામ પણ જાહેર કર્યું

મુખ્યપ્રધાને તમામ પ્રકારની સુખ સુવિધા કરી આપવા જિલ્લા કલેક્ટરને સૂચન કર્યું હતું તેમજ આજે આ વિચરતી વિમુક્ત જાતિના પરિવારને કાયમી સ્થાયી કરવા 33 સનદો સહીત ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આજે દુર્ગાષ્ટમીના દિવસે મુખ્યપ્રધાને આ વસાહતને દેવશક્તિ વસાહત તરીકેનું નામ કરણ પણ જાહેર કર્યું હતું તથા આ સનદ વિતરણ કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન અને રાજ્યપ્રધાન રોપ- વે દ્વારા ગબ્બર ગઢ ઉપર માતાજીના દર્શને પહોંચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.