અંબાજી : યાત્રાધામ અંબાજી ખાતે (Yatradham Ambaji Temple) અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી (Ambaji Temple Prayer time) દર્શન થઈ થકે તેવી સગવડ માંટે અંબાજી મંદિરમાં 1મી જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજથી બે વખત જ કરવામાં આવશે. બપોરે કરાતી આરતી પણ બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો : અલકાયદાએ આપી હુમલાની ધમકી, અંબાજી શક્તિપીઠમા સુરક્ષા કડક કરી દેવામાં આવી
માનસરોવરમાં નવા નીરના વધામણા - દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે. સવારે મંદિર 10.45 કલાકે (Ambaji Temple Aarti Time)બંધ થતું હતું તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે. માતાજીની સાતે દિવસની સવારીના દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ મળશે. અષાઢી બીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવેલો છે. એટલુ જ નહી, અષાઢી બીજના (Time sheet at Ambaji Temple) દિવસે પવિત્ર માનસરોવરમાં નવા નીરના વધામણા પણ કરવામાં આવશે.
આ પણ વાંચો : International Yoga Day 2022 : માં અંબાના ચાચર ચોકમાં યોગનો ભવ્ય કાર્યક્રમ
અંબાજી મંદિરનું નવું સમય પત્રક
આરતી સવારે | 7.30 થી 8.00 |
દર્શન સવારે | 8.00 થી 11,30 |
બપોરે દર્શન | 12.30 થી 16.30 |
સાંજે આરતી | 19.00 થી 19.30 |
દર્શન સાજે | 19.30 થી રાત્રીના 21.00 મંદિર ખુલ્લુ |