ETV Bharat / state

બનાસકાંઠામાં મુસ્લિમ બિરાદરોએ કરી ઈદની ઉજવણી

બનાસકાંઠાઃ મુસ્લિમ સમાજના પવિત્ર માસ રમઝાનનો ગઈ કાલે અંતિમ રોજો પૂર્ણ થયો હતો. મુસ્લિમ બિરાદરોએ રમજાન માસના 30 દિવસ રોજા રાખી અલ્લાહની બંદગી અને નેકી કરી પૂણ્યનું ભાથું બાધ્યું હતુ. જેમાં આજે સવારે સમગ્ર ડીસા પંથકના મુસ્લિમ બિરાદરોએ ગવાડી ખાતે આવેલી ઈદગાહ મસ્જિદમાં ઈદની નમાજ અદા કર્યા બાદ એકબીજાને ગળે મળી ઈદની મુબારક બાદ પાઠવી હતી.

hd
author img

By

Published : Jun 5, 2019, 1:32 PM IST

ગઈકાલે ઈદનો ચાંદ દેખાતા જ મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહૂતિ થઈ હતી અને ઈદની ઉજવણી શરૂ થઈ હતી. જેમાં ડીસાની ગવાડી ખાતે આવેલી પ્રસિદ્ધ ઈદગાહ ખાતે સવારથી જ અબાલ વૃદ્ધથી માંડી નાના બાળકો નવા વસ્ત્રોમાં સજ્જ થઈ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. સૌ કોઈએ એકબીજાને ગળે ભેટી ઈદની મુબારક બાદ પાઠવી હતી.

બનાસકાંઠામાં મુસ્લિમ બિરાદરોએ કરી ઈદની ઉજવણી

એકબીજાના ઘરે જઈ મુસ્લિમ બિરાદરોએ અરસ-પરસ ઈદની શુભેચ્છા પાઠવી હતી. તેમજ સૌ કોઈએ ખીર-ખુરજા ખવડાવી મહેમાનોનું સ્વાગત કર્યું હતુ. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહમાં નમાજ અદા કરી પોતાના પૂર્વજોને યાદ કર્યા હતા અને કબ્રસ્તાનમાં પહોંચી પુષ્પાજંલિ અર્પી તેમના માટે પરિવારના વડીલોને જન્નતમાં રાખી, ખુશહાલ બનાવે તેવી ઈબાદત કરી હતી. આમ, તમામ મુસ્લિમ બંધુઓ માટે આજે ખુશી અને ઉંમગ સહિત પ્રેમ અને ભાઈચારાનો અનોખો પર્વ ઉજવાઈ રહ્યો છે.

Intro:Body:

 ઈદ ની ઉજવણી

એન્કર...મુસ્લિમ સમાજમાં પવિત્ર ગણાતા રમજાન માસનો અંતિમ રોજો ગઈકાલે પૂર્ણ થયો હતો. મુસ્લિમ બિરાદરોએ રમજાન માસના ૩૦ દિવસ રોજા રાખી અલ્લાહની બંદગી અને નેકી કરી પુણ્યનું ભાથું બાધ્યું હતું. જેમાં આજે  સવારે સમગ્ર ડીસા પંથક  નાં મુસ્લિમ બિરાદરોએ ગવાડી ખાતે આવેલી  ઈદગાહ મિસ્જદમાં ઈદની નમાજ અદા કર્યા બાદ એકબીજાને ગળે મળી ઈદની મુબારક પાઠવી હતી. ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં સર્વત્ર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

વિઓ... બનાસકાંઠા નાં ડીસા  શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ગત રાત્રી એ  ચાંદ દેખાતા જ પવિત્ર રમજાન માસ પૂર્ણ થયો હતો અને ઈદની ઉજવણી શરૂ કરી હતી. જેમાં ડીસા ની ગવાડી ખાતે આવેલી પ્રસિદ્ધ ઇદગાહ ખાતે  સવારથી જ  આબાલ વૃદ્ધ સૌ નવા વસ્ત્રોમાં સજજ થઈ ઈદની વિશેષ નમાજ અદા કરી એક મેકને ગળે ભેટી ઈદની મુબારક બાદ પાઠવી હતી. એક બીજાના ઘરે જઈ મુસ્લિમ બિરાદરોએ અરસ-પરસ ઈદની શુભ કામના પાઠવી હતી. તેમજ સૌ કોઈએ ખીર-ખુરજા ખવડાવી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.  આજ રોજ મુસ્લિમ બિરાદરો એ ઇદગાહ માં નમાજ અદા કરી પોતાના પૂર્વજો ને યાદ કર્યા હતા ,અને કબ્રસ્તાન માં પહોચી તેમને પુષ્પાંજલિ અર્પી તેમના માટે પરિવાર નાં વડીલો ને અલ્લાહ જન્નત માં રાખી ,ખુશહાલ બનાવે તેવી ઈબાદત કરી હતી  મિસ્જદોમાં નમાજ અદા કર્યા બાદ બાળકો એ પણ ચકરડી ,ચકડોળ અને  ખાણ-પાણ ની દુકાનો માં વિવિધ વાનગી નો જયાફત ઉડાવી હતી આમ,  ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતપિૂર્ણ રીતે હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી...

બાઈટ...સૈયર અજહર અલી

( મુસ્લિમ, બિરાદર )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.