બનાસકાંઠા (ડીસા) : અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામ મંદિરનું ભૂમિપૂજન થયું હતું. સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. બનાસકાંઠામાં પણ ઠેર-ઠેર જયશ્રી રામના નારાથી ગામો, શહેરોની શેરીઓ ગુંજી ઉઠી છેં. બનાસકાંઠાના ડીસામાં મહિલાઓ દ્વારા ધજાઓ સાથે શહેરના માર્ગો પર ફરી જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તો ડીસામાં સાંઇબાબા મંદિર પાસે મહાઆરતીનું આયોજન કરાયું હતું, સાથે સાથે કારસેવકોનું સન્માન પણ કરાયું હતું.
ડીસામાં જૈન સમાજ દ્વારા 1100 ગોળના રવાનું વિતરણ કરી સમગ્ર ડીસાનું મોં મીઠું કરાવ્યું હતું. જૈન સમાજના આગેવાનએ જણાવ્યું હતું કે, રામના મંદિરનું ખાત મૃહુત થયું છે. તે સમગ્ર હિન્દૂ સમાજ માટે ગૌરવની વાત છે. તમામ સમાજ એકથઈને રહે અને સર્વ સમાજ એક છે. તેવા ઉદ્દેશ સાથે અમે 1100 ગોળના રવાનું વિતરણ કર્યું છે.
અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરના નિર્માણના શિલાન્યાસ પ્રસંગે આજે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય આતશબાજી કરી ઉજવણી થઇ હતી.
ડીસામાં પણ સાંઈબાબા મંદિર ખાતે ધારાસભ્ય શશીકાંત પંડયા સહિત રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનોએ ઉપસ્થિત રહી અગિયારસો ગોળના રવાની પ્રસાદીનું વિતરણ કર્યું હતું. ડીસા શહેરમાં લોકો રાત્રે પોતાનાા ઘરે દીવા પ્રગટાવી ભગવાન શ્રીરામની ઉજવણી કરે તેવું જણાવ્યું હતું.