- ડીસામાં મોટા પ્રમાણમાં ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું
- ડીસાના ભડથ ગામેથી ગાંજોનું વાવેતર ( Cannabis cultivation ) ઝડપાયા
- 13 હજારના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની કરી અટકાયત
બનાસકાંઠા : જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગાંજાનું વાવેતર ( Cannabis cultivation )નું ચલણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ આ બાબતે સતર્ક રહી ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર ( Cannabis cultivation ) કરતા તત્વો પર તવાઈ વરસાવી રહી છે. જે અંતર્ગત શનિવારના રોજ SOGની ટીમને બાતમી મળતા જે ડીસા તાલુકાના ભડથ ગામે તપાસ હાથ ધરી હતી. ભડથ ગામની સીમમાં રહેતા દુધનાથ પૂનમનાથ બાવાએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર ( Cannabis cultivation ) કર્યું હોવાનું માલુમ પડ્યું હતું.
ડીસામાં ખેતરમાંથી ગાંજોનું વાવેતર ( Cannabis cultivation ) ઝડપાયું
SOGની ટીમે ખેતરમાં વાવેલા 1.330 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે કુલ 13 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. ગાંજાનું વાવેતર ( Cannabis cultivation ) કરનારા ધૂળનાથ બાવાની પણ અટકાયત કરી તેમના વિરુદ્ધ NDPS એકટ મુજબ ગુનો નોંધી ડીસા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષની અંદર ચોથીવાર ગાંજાનું વાવેતર ( Cannabis cultivation ) થયું હોવાની ઘટના સામે આવી છે. બીજી તરફ પોલીસ પણ આવા તત્વો પર નજર રાખી તેમને ઝડપી કડક કાર્યવાહી કરી રહી છે.
ડીસાના અનેક ખેતરોમાં ગાંજોનું વાવેતર
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાને કારણે અનેકવાર અસામાજિક તત્વો દ્વારા કેફી પદાર્થની હેરાફેરી બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવે છે, પરંતુ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ધીરે ધીરે લોકો પોતાના ખેતરોમાં ગાંજાનું વાવેતર ( Cannabis cultivation ) કરતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ગાંજાનું વાવેતર ( Cannabis cultivation ) ડીસા તાલુકાના અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી કરી છે, ત્યારે હજૂ પણ પોલીસ દ્વારા અન્ય ગામોમાં કડક તપાસ કરવામાં આવે તો અનેક ગામમાંથી ગાંજાનું વાવેતર ( Cannabis cultivation ) મળે તેવી શક્યતા છે.
આ પણ વાંચો -
- વિંછીયાના કંધેવાડીયા ગામે વાડીમાં પપૈયાની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું
- બોટાદઃ નાના છૈડા ગામેથી ગાંજાનું વાવેતર કરનારો શખ્સ ઝડપાયો
- રાધનપુરના ધરવડી ગામે ખેતરમાંથી 6.13 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું
- ભાવનગરમાંથી 15 લાખથી વધુ કિંમતના ગાંજાનું વાવેતર ઝડપાયું
- ડીસાના રાણપુર ગામેથી SOGએ 40 લાખના ગાંજા સાથે ત્રણ આરોપીની કરી અટકાયત