ETV Bharat / state

અંબાજીમાં ડોર ટૂ ડોર કોરોના ટેસ્ટિંગ માટે અભિયાન શરૂ કરાયું - Ambaji Corona Update

સમગ્ર રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગનું મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડોર ટૂ ડોર RT-PCR ટેસ્ટ તેમજ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

અંબાજીમાં ડોર ટૂ ડોર કોરોના ટેસ્ટિંગ માટે અભિયાન શરૂ કરાયું

author img

By

Published : Apr 18, 2021, 1:42 PM IST

  • અંબાજીમાં રોજ નોંધાય છે સરેરાશ 15 પોઝિટિવ કેસ
  • તંત્ર દ્વારા ટેસ્ટિંગ વધારવા માટે લેવાયો નિર્ણય
  • આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટૂ ડોર ટેસ્ટિંગ શરૂ

અંબાજી: યાત્રાધામ અંબાજીમાં અગાઉ કરતા હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અંબાજી મંદિર બંધ રાખવામાં આવ્યું છે. આ સિવાય હાલમાં જ તંત્ર દ્વારા સ્થાનિક લોકો અને વેપારીઓના કોરોના ટેસ્ટિંગ માટેનું અભિયાન શરૂ કર્યું છે. જેના અંતર્ગત ડોર ટૂ ડોર RT-PCR તેમજ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: અંબાજીમાં પ્રવાસીઓ ન આવતા હોટલ, ગેસ્ટહાઉસ અને રેસ્ટોરન્ટના ધંધા પડી ભાંગ્યા

250 પૈકી 63 સેમ્પલો આવ્યા પોઝિટિવ

અત્યાર સુધી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી ડોર ટૂ ડોર ટેસ્ટિંગની કમગીરીમાં કુલ 250 જેટલા સેમ્પલો મેળવવામાં આવ્યા હતા. જે પૈકી 63ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગના 10 કર્મચારીઓ દ્વારા 2-2 કર્મચારીઓની ટીમ બનાવીને આ કામગીરી કરવામાં આવી રહી છે. આ ટીમ દ્વારા ટેસ્ટિંગ કરવાની સાથે સાથે લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ વધે તે માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.