ETV Bharat / state

દિયોદરના વિકાસ માટે તાલુકા પંચાયતનું બજેટ રજૂ કરાયું

દિયોદર તાલુકાના વિકાસ માટે ગુરુવારે તાલુકા પંચાયત દ્વારા નવું 6.32 કરોડનું સર્વાનુમતે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકાના ખેડૂતો અને શિક્ષણનો વ્યાપ વધે તે અર્થેનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ દરમિયાન તમામ સભ્યો હાજર રહ્યાં હતા.

Budget of Diodar taluka panchayat was Present

author img

By

Published : Feb 27, 2020, 7:10 PM IST

દિયોદર: ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારનો વિકાસ થાય તે માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્યનું પ્રમાણ વધે તે માટે દર વર્ષે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. બીજીતરફ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને લાગતી યોજનાઓનો લાભ મળી રહે, તે માટે પણ સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.

ગુરુવારે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વર્ષ 2020 અને 21નું પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સર્વાનુમતે 6.32 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

દિયોદરના વિકાસ માટે તાલુકા પંચાયતનું બજેટ રજૂ કરાયું

દિયોદર તાલુકા પંચાયત કચેરી મીટીંગ હોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ચિત્રલેખા કુંવરબા વાઘેલાની ઉપસ્થિતમાં વર્ષ 2020 અને 21નું પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરતા 6.32 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

વર્ષ દરમિયાન શિક્ષણ, પશુપાલન, ખેતી અને વિકાસના કામો વગેરેના ખર્ચનો અંદાજ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એસ. જી. ઢુંકા, પ્રવિણસિંહ વાઘેલા, બળવંતજી ઠાકોર, માનજીભાઈ જોષી, જયંતીભાઈ તૂરી વગેરે સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા અને તાલુકા પંચાયતની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.