2019નો છેલ્લો દિવસ એટલે કે, 31 ડિસેમ્બર આ દિવસને શહેરમાં અલગ-અલગ રીતે લોકો ઉજવણી કરતાં હોય છે, ત્યારે ભલે ગાંધીના ગુજરાતમાં દારૂ બાંધી હોય પરંતુ થર્ટી ફર્સ્ટના દિવસે તો દારૂડિયાઓ અને દારૂ વેચનારા બુટલેગરોને બેરોકટોક દારૂ મળી જતો હોય છે. દારૂબંધી હોવા છતાં પણ 31 ડિસેમ્બર એટલે દારૂ પીનારાઓ માટેનો ઉત્તમ દિવસ, ત્યારે દર વર્ષે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલ બનાસકાંઠા જિલ્લામાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક અવાર નવાર ઝડપાતું હોય છે. દર વર્ષે ગુજરાત અને રાજસ્થાનની જે બોર્ડર બનાસકાંઠામાં આવેલી છે, એ બોર્ડરની ચેકપોસ્ટ પરથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે.
જો કે, આ વખતે બુટલગરો માટે મોકળું મેદાન છે કારણ કે, સરકાર દ્વારા હમણાં જ તમામ પોલીસ ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે. તેમજ બનાસકાંઠા જિલ્લામાં તો આ વખતે ૩1 ડિસેમ્બર નિમિત્તે દારૂ પીનારા ઓ માટે અને વેચનારાઓને તડાકો પડી ગયો હોય. તેમ લાગી રહ્યું છે આ વખતે સરકાર દ્વારા બોર્ડર વિસ્તારમાં આવેલા પોલીસ અધિકારીઓને પણ 31 ડિસેમ્બર નિમિત્તે કોઇ જ વાહન ચેકિંગ માટે સૂચના આપવામાં આવી નથી, ત્યારે હવે પોલીસ દારૂ પીનારા અને વેચનારાઓ પર કઈ રીતે લગામ લગાવશે તો જોવું રહ્યું.