રાજ્યમાં ભાજપનાં નવા સંગઠન માટે કવાયત તેજ છે. રાજ્યભરનાં જિલ્લાઓમાં નવા સંગઠનનાં નિમણૂક માટે પ્રદેશ કક્ષાનાં પદાધિકારીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાની બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નવા સંગઠનની રચનાથી લઇ કાર્યકર્તાઓનાં અભિપ્રાયને પણ રાજ્ય સ્તરે પહોંચાડવા માટેની અપીલ કરવામાં આવી હતી. પેટા ચૂંટણી મામલે પણ આજે ભાજપનાં સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા થઈ છે. જેથી આવનારી ચૂંટણી માટે પણ આ બેઠક મહત્ત્વની હતી.
જીતુ વાઘાણી એ આહવાન કર્યું હતું કે ન માત્ર પેટા ચૂંટણી પણ હવે પછી યોજાનારી તમામ ચૂંટણીઓમાં ભાજપ વિજેતા થશે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ડીસામાં જે કરોડોનાં ખર્ચે નગરપાલિકા દ્વારા બગીચો બનાવવામાં આવ્યો છે તે હાલ બંધ છે જે વાતની જાણ મારા ધ્યાનમાં નથી આવી જો આવશે તો તેની કાર્યવાહી કરવામાં આવશે.