- પાલનપુર નગરપાલિકામાં 10 વર્ષોથી છે ભાજપનું શાસન
- 28મી ફેબ્રુઆરીએ થશે મતદાન
- સમગ્ર પાલનપુર શહેરમાં ભાજપનો રોડ શો
બનાસકાંઠા: જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અંતિમ ઘડીમાં મતદારોને રીઝવવા તમામ પક્ષ અને અપક્ષોએ એડી-ચોટીનું જોર લગાવ્યું હતું, ત્યારે ભાજપે પણ શહેરના લક્ષ્મીપુરા વિસ્તારથી રોડ-શો ની શરૂઆત કરી હતી. જેમાં બીજેપીના પ્રદેશ અગ્રણી શંકર ચૌધરી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ રોડ-શોમાં નોંધનીય સંખ્યામાં કાર્યકરો અને મતદાતાઓ જોડાયા હતા. બીજેપીએ શહેરના તમામ માર્ગો પર ફરી ચૂંટણી પ્રચાર કર્યો હતો.
અપક્ષોની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે
રવિવારે યોજાનારી ચૂંટણીમાં અપક્ષોનો દબદબો રહે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. કારણકે ભાજપની ટિકિટ ફળવણીથી નારાજ અનેક લોકોએ અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે શહેરના અનેક વોર્ડ એવા છે જ્યાં લોકોએ અપક્ષ તેમજ AAPને પણ ભાજપ-કોંગ્રેસ જેવો જ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આ ચૂંટણીમાં કોણ જીત મેળવે છે તે બીજી માર્ચે જાહેર થનાર પરિણામ પરથી જ ખબર પડશે.