- રાજસભાના સાંસદની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર દિનેશ અનાવાડીયાએ લીધી અંબાજીની મુલાકાત
- અંબાજી અને દાંતા ભાજપ મંડળના આગેવાનોએ દિનેશ અનાવાડીયાનું કર્યું સ્વાગત
- દિનેશ અનાવાડિયા સહપરિવાર અંબાના દર્શન કર્યા
બનાસકાંઠા : દિનેશ અનાવાડીયા વિશ્રામ ગૃહ ખાતે પહોંચતા અંબાજી અને દાંતા ભાજપા મંડળના અગ્રણી પદાધિકારીઓને કાર્યકર્તાઓએ દિનેશ અનાવાડીયાનું ખેસ, ફુલહાર તેમજ સાલ ઓઢાડીને માથે પાઘડી પહેરાવી ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું. જે બાદ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિનેશ અનાવાડિયાએ સહપરિવાર માં અંબાના દર્શન કર્યાં હતાં.
મતદારોને મતદાન કરવા અપીલ કરી
કોંગ્રેસે હવે મેદાન છોડી દીધું છે અને જેને લઈ મારી સામે પણ ફોર્મ ભરી શકી ન હતી. રાજસભાના સાંસદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનાવવા બદલ તમામ રાજ્ય અને કેન્દ્રીય નેતાઓનો આભાર માન્યો હતો. જોકે આ પ્રંસગે દિનેશ અનાવાડીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે હવે મેદાન છોડી દીધું છે. હાલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ વિજય બનશે અને તેના માટે મતદારોને સંપૂર્ણ મતદાન કરવા અપીલ કરી હતી.