ETV Bharat / state

બનાસકાંઠાના કાંકરેજમાંથી બાઈક ચોર ગેંગ ઝડપાઈ - બાઈક ચોરી

બનાસકાંઠા:  જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી બાઈક ચોરી થવાની અનેક ઘટનાઓ સામે  આવી રહી હતી. ત્યારે  જિલ્લા LCB પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં  નવ ચોરીના બાઈક સહિત 2.30 લાખના મુદ્દામાલ સાથે ચાર વ્યકિતઓ ઝડપાયા હતાં. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને  જેલના ભેગા કર્યા છે.

બનાસકાંઠાના કાંકરેજમાંથી બાઈક ચોર ગેંગ ઝડપાઈ
author img

By

Published : Aug 12, 2019, 4:03 AM IST

બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાની અંદર છેલ્લાં ઘણા સમયથી બાઈક ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેથી બનાસકાંઠા પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં કાંકરેજ તાલુકાના કેટલાક વ્યક્તિઓ પર શંકા જતા પોલીસે ગુપ્તરાહે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાંકરેજ ખાતે રહેતા કાંતિજી ઉર્ફે લાલો ઠાકોર અને વનરાજજી ઉર્ફે કાળુ ઠાકોર નામના બે વ્યકિત રર શંકા જતા તેમની અટકાયત કરાઈ હતી.

બનાસકાંઠાના કાંકરેજમાંથી બાઈક ચોર ગેંગ ઝડપાઈ

પોલીસે કડક પૂછપરછ કરતાં તેમણે થરા વિસ્તારમાંથી બાઈક ચોરી કરી હોવાનું કબૂલ્યૂ હતું. જ્યારે આ મામલે પોલીસે આ બંને આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ આ સિવાય પણ પાટણ જિલ્લામાંથી આઠ બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેમાં અન્ય બે સાગરીતો કિરણ રાજપૂત અને રમેશ શિરવાડિયા સાથે મળી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી કુલ નવ બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચોરેલા 9 બાઈકો સહિત કુલ રૂપિયા 2.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ ચારેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી .

ઉલ્લેખનીય છે કે, આરોપી કાંતિજી ઉર્ફે લાલો ઠાકોર અને વનરાજજી ઉર્ફે કાળુ ઠાકોર નામના બે આરોપીઓ અગાઉ પણ બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા હતાં. જેથી આ મામલે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Intro:લોકેશન... કાંકરેજ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.11 08 2019

સ્લગ...કાંકરેજ માંથી નવ બાઇક સાથે ચોર ગેંગ ઝડપાઇ.....

એન્કર...બનાસકાંઠામાં બાઈક ચોરીના ગુન્હાઓમાં પોલીસને મોટી સફળતા મળી છે અને જિલ્લા એલસીબી પોલીસે નવ ચોરીના બાઈક સહિત 2.30 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે......
Body:
વિઓ...બનાસકાંઠા સહિત પાટણ જીલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરીના ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હતો જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી જેમાં કાંકરેજ તાલુકાના કેટલાક શખ્સો પર શંકા જતા પોલીસે ગુપ્તરાહે વોચ ગોઠવી હતી તે દરમિયાન કાંકરેજ ખાતે રહેતા કાંતિજી ઉર્ફે લાલો ઠાકોર અને વનરાજજી ઉર્ફે કાળુ ઠાકોર નામના બે શખ્સો પર શંકા જતા તેઓની અટકાયત કરી પોલીસે કડક પુછપરછ કરતા તેઓએ થરા વિસ્તારમાંથી બાઈક ચોરી કરી હોવાનું કબૂલ્યૂ હતું. જ્યારે આ મામલે પોલીસે આ બંને આરોપીઓ ની કડક પુછપરછ કરતા તેઓએ આ સિવાય પણ પાટણ જિલ્લામાં થી આઠ બાઈક ની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું જેમાં અન્ય બે સાગરીતો કિરણ રાજપૂત અને રમેશ શિરવાડિયા સાથે મળી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી કુલ નવ બાઈક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસે આ 9 ચોરેલા બાઇકો સહિત કુલ રૂ 2.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સાથે જ ચારેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી . ઉલ્લેખનીય છે કે કાંતિજી ઉર્ફે લાલો ઠાકોર અને વનરાજજી ઉર્ફે કાળુ ઠાકોર નામના બે આરોપીઓ અગાઉ પણ બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા જેથી આ મામલે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હજુ પણ વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તે માટે પ્રયાસો કરી રહી છે......

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...

સ્ટોરી વિહાર સર જોડે પાસ કરાવેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.