- આજથી બનાસકાંઠામાં જનઆશીર્વાદ યાત્રા
- કેન્દ્રીય મંત્રી દેવુસીંહ ચૌહાણની આગેવાની હેઠળ નિકળશે આ યાત્રા
- માં અંબાના આશીર્વાદ મેળવી યાત્રા શરૂ કરવામાં આવશે
બનાસકાંઠા: ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી (સોમવાર) રાજ્યભરમાં જન આશીર્વાદ યાત્રાનું પ્રારંભ કરી રહી છે. જેને લઇ બનાસકાંઠા જીલ્લામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની આગેવાની હેઠળ આ યાત્રા પરીભ્રમણ કરશે. આજે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ પોતાની જનઆશીર્વાદ યાત્રા પુર્વે શક્તિપીઠ અંબાજીમાં માં અંબાના દર્શને પહોંચ્યા હતા. કુવારીકાઓ દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ જ્યાંરે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
માં અંબાના લીધા આશિર્વાદ
કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ બાદ માં અંબાના નીજ મંદિ માં સવારની મંગળા આરતી નો લાભ લઇ માતાજી નાં દર્શન કરી પોતાની યાત્રા સફળ કરવાં પ્રાર્થના કરી હતી. જીલ્લા કલેકટર દ્વારા યંત્ર ભેટ આપ્યુ હતુ અને માતાજીની ગાદી ઉપર રક્ષાપોટલી પણ બંધાવી ભટ્ટજી મહારાજનાં આશીર્વાદ મેળવ્યાં હતા. બનાસકાંઠા જીલ્લામાં આજ થી શરૂ થતી જન આશીર્વાદ યાત્રા 164 કિલોમીટરનાં રૂટ ઉપર પરીભ્રમણ કરશે. અને ઠેક ઠેકાણે યાત્રાનું રૂટ ઉપર સ્વાગત કાર્યક્રમ પણ યોજાશે.
આ પણ વાંચો : Subhadra Kumari Chauhan Google Doodle :જાણો કોણ હતા પ્રથમ મહિલા સત્યાગ્રહી સુભદ્રા કુમારી ચૌહાણ
164 કિલોમીટરનું અંતર કપવામાં આવશે
આ જનઆશીર્વાદ યાત્રા બનાસકાંઠા જીલ્લાનાં 164 કિલોમીટરનું અંતર કાપી સદારામ બાપાનાં ધામ ટોટાણા ખાતે સમાપન કરાશે. માં અંબાના દર્શનાર્થે પહોંચેલાં કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ સાથે સાંસદ પરબતભાઈ પટેલ, રાજસભાના સાંસદ દિનેશ અનાવાડીયા સહીત ઉત્તર ગુજરાત યાત્રા નાં ઇન્ચાર્જ ગોરધનભાઇ ઝડફિયા પણ જોડાયા હતા. અને અંબાજી થી યાત્રા માટે પ્રસ્થાન થતાં અંબાજી ભાજપા મંડળ તેમજ યુવા મોરચા સહીત વિવિધ જ્ઞાતીઓના અગ્રણી દ્વારા તેમનું અભીવાદન સહ શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ પણ વાંચો : વિદેશ પ્રધાન એસ. જયશંકર આજથી 4 દિવસ અમેરિકાના પ્રવાસે