- આરોપી પર વાવ, ઊંઝા અને થરાદમાં અલગ-અલગ 8 ગુનાઓ નોંધાયેલા છે
- આરોપી લાજપોર સુરત જેલ ખાતે પાસા કાપીને પણ આવ્યો છે
- પોલીસે નાકાબંધી કરીને ઇનોવામાંથી આરોપીને પકડી પાડ્યો
બનાસકાંઠા: સરહદી વાવ પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી વેશપલટો કરીને ઘણાં સમયથી નાસતો ફરતો હતો. આ આરોપીને પકડવા માટે ત્રણ રસ્તા પાસે ભાભર પોલીસે નાકાબંધી કરી હતી. ત્યારે ઈનોવા ગાડી નીકળતાં ઈનોવાચાલકની પૂછપરછ કરવામાં આવી હતી. ઘણા ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ભાભર પોલીસે પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો: સુરતઃ આમર્સ અને લૂંટના ગુનામાં 19 વર્ષથી વોન્ટેડ આરોપીની ધરપકડ
આરોપી પર વાવ ઊંઝા અને થરાદમાં અલગ-અલગ 8 ગુનાઓ નોંધાયેલા છે
વાવ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ આરોપી તુષાર ઉર્ફે ઠાકરસીભાઇ ઉર્ફે માસ્તર ખેતાભાઇ 26 માર્ચ 2021ના વહેલી સવારના ભાટવરવાસ, વાવ મુકામેથી તેની ઇનોવા ગાડીમાં નીકળીને ભાભર થઇને અમદાવાદ તરફ જઇ રહ્યો છે. જેથી વાવ ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી હતી. પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ પોતે તુષાર ઉર્ફે ઠાકરશીભાઈ ઉર્ફે માસ્તર ખેતાભાઇ રબારી ગામ ભાટવર તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા હોવાનું જણાવ્યું હતું. જેથી ઈનોવાને ડિટેઈન કરીને વાવ પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપવામાં આવ્યો છે. આરોપી પર વાવ ઊંઝા અને થરાદમાં અલગ-અલગ 8 ગુનાઓ નોંધાયેલા છે.
આ પણ વાંચો: દિલ્હીમાં પોલીસ એન્કાઉન્ટરમાં બે વોન્ટેડ આરોપી ઝડપાયા