- ટાટા કંપની સામે બે ગામના સરપંચોએ બાયો ચડાવી
- લોકોને ધાક ધમકીઓ આપવામાં આવે છે
- જમીન સોલારના કબજા ન જાય તેવી માગ
બનાસકાંઠા : વાવના રાધાનેસડા ગામે ચાલતા ટાટા સોલાર કંપનીની હેરાન ગતિ દૂર કરવા રાઘાનેસડા અને કુંડાળીયા ગામના સરપંચો દ્વારા 2 નવેમ્બરના રોજ નાયબ કલેક્ટર થરાદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ રાધાનેસડા રેવન્યુ સર્વે નંબરની જમીનનો કબજો ખાલી ન કરાવવા માટે રાધાનેસડાના 70 માલધારી અને ખેડૂતો દ્વારા થરાદ પ્રાપ્ત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું.
ટાટા કંપનીના અધિકારીઓ હેરાન કરે છે
કુંડાળીયા તેમજ રાઘાનેસડાના મહિલા સરપંચોને રાધાનેસડા ગામે ચાલતા ટાટા સોલાર પાવર કંપનીના કર્મચારીઓ દ્વારા સ્થાનિક ખેડૂતો તથા મહિલા સરપચોને વારંવાર હેરાન પરેશાન કરે છે. તેમજ કોન્ટ્રાક્ટર અને ગ્રામજનો વચ્ચે ઝઘડા કરાવે છે. સ્થાનિક લોકોને ધાક ધકીઓ આપે છે તથા આ કંપનીના અધિકારીઓ દ્વારા સરપંચો, તેના પતિ અને કુટુંબીજનોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે, તેમ આ ગામની મહિલા સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ટાટા કંપનીના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ
રાધાનેસડા ગામે ચાલતા ટાટા સોલાર પ્લાન્ટના અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ મહિલા સરપંચ દ્વારા કરવામાં આવી છે. આ સાથે ભવિષ્યમાં તેમના પતિ કે કુટુંબીજનો પર તેમના કોન્ટ્રાક્ટર્સ દ્વારા ખોટા પોલીસ કેસ કરવાની તથા અકસ્માતથી મારી નાંખવાનું જોખમ છે, તેમ પણ જણાવ્યું હતું.
રાધાનેસડાના 70 માલધારી અને ખેડૂતોએ થરાદ પ્રાંત કચરી ખાતે આવેદન પાઠવ્યું
વાવના રાધાનેસડા ગામે ચાલતા ટાટા સોલાર કંપનીની હેરાન ગતિ દૂર કરવા રાઘાનેસડા અને કુંડાળીયા ગામના સરપંચ દ્વારા 2 નવેમ્બરના રોજ નાયબ કલેકટર થરાદને આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે 70થી વધારે ખેડૂતોએ અને માલધારીઓએ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.