ETV Bharat / state

Banaskantha Rain: જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદની એન્ટ્રી, ધાનેરાથી રાજસ્થાન જતો રસ્તો પાણીમાં ગરકાવ - હજારો પ્રવાસીઓ

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એક વાર વરસાદનું (Rain) આગમન થયું છે, જેના કારણે જિલ્લામાં સૌથી વધુ ખેડૂતોમાં (farmers) ખુશી જોવા મળી હતી. બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે વરસાદ વરસતા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોએ હાલાકી ભોગવવી પડી હતી.

Banaskantha Rain: જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદની એન્ટ્રી, ધાનેરાથી રાજસ્થાન જતો રસ્તો પાણીમાં ગરકાવ

author img

By

Published : Jul 28, 2021, 9:22 AM IST

  • બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં લાંબા સમયના વિરામબાદ વરસાદનું (Rain) આગમન
  • બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વરસાદના આગમનથી જિલ્લાના ખેડૂતોમાં (Farmers) ખુશી
  • ત્રણ દિવસના અવિરત વરસાદના (Rain) કારણે અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
  • ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લાના લોકોએ લાંબા સમય બાદ ગરમીથી રાહત મેળવી હતી. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોમાં (Farmers) સૌથી વધુ ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં મોટા ભાગના તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના (rain) કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા. આથી સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પણ ઠેરઠેર પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તો ચોક્કસથી કહી શકાય કે, બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. તેનાથી ક્યાંક ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

ત્રણ દિવસના અવિરત વરસાદના કારણે અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા

આ પણ વાંચોઃ Gujarat Rain Update: રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 286.81 mm વરસાદ નોંધાયો

સરહદી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

સરહદી વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસતા ધાનેરા તાલુકાના આલવાડા, રવિ વક્તાપુરા, વાછડાલ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જોકે, વાવણી કરાયા બાદ સારા એવા વરસાદથી ખેડૂતોના ઉભા પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, પરંતુ વધુ પડતા વરસાદના (rain) કારણે અનેક ખેડૂતોના ખેતરમાં પાક ધોવાણ પણ થયું હતું. જિલ્લાના સરહદી વિસ્તારોમાં નહિવત વરસાદના કારણે ભૂગર્ભજળ (Groundwater) હજાર ફૂટ નીચે જતા રહ્યા હતા, પરંતુ જે પ્રમાણે હાલમાં વરસાદ પડી રહ્યો છે. તેનાથી અનેક ખેડૂતોને ફાયદો થાય તેમ છે. ભારે પવનથી ખેડૂતોના ઘરના પતરા ઉડવાની ઘટના પણ સામે આવી હતી, પરંતુ જે રીતે ધાનેરા તાલુકામાં 42 મીમી વરસાદ થતા વાવણી કરેલા બાજરી, મગફળી જુવાર, ગવાર સહિત ચોમાસુ સીઝન (Monsoon season)માં વાવણી કરેલા પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી

આ પણ વાંચોઃ Gujarat Rain Update: રાજકોટના કાગદડીમાં વરસાદની તબાહી, 150 પશુઓ તણાયા

ધાનેરાથી રાજેસ્થાન જવાનો રસ્તો પાણીમાં ગરકાવ

સરહદી વિસ્તારમાં સિંચાઈના પાણીના કકળાટ (Irrigation water supply) વચ્ચે જોરદાર પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ધાનેરાથી રાજસ્થાન જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો હતો. દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા હોય છે, પરંતુ વરસાદી પાણીના કારણે આલવાડા નજીક મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. આથી પશુપાલકો, સ્થાનિકો અને પ્રવાસીઓને આવવા-જવામાં મુશ્કેલી પડી હતી. અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા પ્રવાસીઓના વાહનો પણ બંધ થઈ ગયા હતા ત્યારે તંત્ર દ્વારા આ રોડને જો ઉંચો બનાવવામાં આવે તો દર ચોમાસામાં જે રોડમાં પાણી ભરાયાં તેનો યોગ્ય નિકાલ થાય તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.