ETV Bharat / state

Banaskantha News : ખાતર અને દવા વગર ફાલસાની ખેતી કરીને ખેડૂતે કરી લાખોની કમાણી

author img

By

Published : May 20, 2023, 4:15 PM IST

બનાસકાંઠાના ડીસામાં એક યુવાન ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણારુપ બની રહ્યો છે. આ ખેડૂત પોતાની કોઠાસુઝથી ફાલસાની ખેતી કરીને દર વર્ષે સારી એવી આવક મેળવી રહ્યો છે. મહત્વનું એ છે કે, આ ખેડૂત ખાતર કે દવાના ખર્ચ વગર સારુ ઉત્પાદન મેળવીને સારી કમાણી કરી રહ્યો છે.

Banaskantha News : ખાતર અને દવા વગર ખેડૂત ફાલસાની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો

બનાસકાંઠાના ડીસામાં એક યુવાન ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો

બનાસકાંઠા : જિલ્લામાં ખેડૂતો નવી નવી ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી લાખોની કમાણી કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં એક ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ સાબિત થઈ રહ્યા છે. ડીસાના રસાણા ગામે આવેલા ખત્રી ફાર્મ હાઉસ પર પૂનમચંદ ચુનાજી માળી છેલ્લા 30 વર્ષથી ફાલસાની ખેતી કરે છે પૂનમ માળીએ બે વીઘા ખેતરમાં 250થી વધુ ફાલસાના છોડ વાવીને ખેતી કરી છે. અત્યારે તેમના ખેતરમાંથી ફાલસાનું સારું ઉત્પાદન થતા મોટા પ્રમાણમાં આવક મેળવી રહ્યા છે.

હું પ્રોપર ડીસાનો વતની છું અને રસાણા ખત્રી ફોર્મ હાઉસ આવેલું છે, એની અંદર ફાલસાની ખેતી 2 વીઘામાં કરેલી છે અને 2 વિધાનની અંદર અંદાજે 30 વર્ષથી ફાલસા વાવીએ છે. એ ફાલસાની આવક દર વર્ષે દોઢ લાખની થયા છે અને ફાલસા ડીસા ઓલ ગુજરાત ઓલ રાજસ્થાનની અંદર જઈ રહ્યા છે. અહીંયાથી જ લોકો આવીને લઈ જાય છે એ અંદાજિત 250 રૂપિયાથી 300 રૂપિયાનો ભાવ છે. દર પાંચમાં મહીનાથી છઠ્ઠા મહિનાની અંદર એ ફાલસા ઉતારવાનું ચાલુ થાય છે એનું કટીંગ ત્રીજા મહિનામાં ચાલુ થાય છે. દર વર્ષે મેન્ટેનન્સ ફાલસાની હોય છે. 25થી 30 હજાર રૂપિયાની અંદર એની મેન્ટેનન્સની ઓન્લી ફોર કટીંગ હોય છે. જેમાં કોઈ પ્રકારનું ખાતર નાખવામાં આવતું નથી. - પુનમ ચુનાજી માળી (ખેડૂત)

ફાલસા
ફાલસા

કેટલો ખર્ચ, ક્યાં મહિનામાં ફાલસાનું ઉત્પાદન : ઉલ્લેખનીય છે કે, રસાણા ગામે પૂનમ માળીએ 2 વીઘા ખેતરમાં 250 છોડ વાવી ફાલસાની ખેતી કરે છે. આ ફાલસાની ખેતીમાં કોઈપણ પ્રકારનું ખાતર કે દવાનો ખર્ચ આવતો નથી, માત્ર દર વર્ષે 3 મહિનામાં તેનું કટિંગ અને ખેડ કરવામાં આવે છે. જેમાં અંદાજીત 30 હજારનો ખર્ચ થાય છે. તેમજ દર વર્ષે પાંચમા અને છઠા મહિનામાં ફાલસાનું ઉત્પાદ શરૂ થાય છે. પુનમ માળી આ ફાલસા 250થી 300 રૂપિયા કિલ્લોના ભાવે વેચે છે. દર વર્ષે 1 લાખથી ડોઢ લાખ જેટલી ફાલસામાંથી આવક મેળવે છે. તેમના ફાલસા ડીસા સહિત સમગ્ર ગુજરાત તેમજ રાજસ્થાનમાં જાય છે. આ ખેડૂત અન્ય ખેડૂત માટે પ્રેણા રૂપ સાબિત થઈ રહ્યો છે.

Gandhinagar News : રાજ્યમાં કમોસમી વરસાદનો સર્વે, કેટલા હેકટર જમીનમાં નુકશાન થયું જાણો

Watermelon Cultivation : રંગબેરંગી રસભરા મીઠા તરબૂચની સફળ ખેતીએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું

Tapi organic farming: તાપીના ખેડૂતે કરી ઓર્ગેનિક રીતે સૂરજમુખીના ફૂલની ખેતી, વર્ષે મેળવે છે મબલખ આવક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.