ETV Bharat / state

Banaskantha News: સાંસદ સભ્યના ગામમાં પાણીનો પોકાર, મહિલાઓએ કર્યું પાણી આંદોલન - Banaskantha village

રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયાના ગામમાં જ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. ડીસા તાલુકાના જુનાડીસા ગામ ખાતે હાલ પાણીની સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી જ આવતું નથી. જેના કારણે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સાંસદ સભ્યના ગામમાં પાણીનો પોકાર
સાંસદ સભ્યના ગામમાં પાણીનો પોકાર
author img

By

Published : May 2, 2023, 3:57 PM IST

સાંસદ સભ્યના ગામમાં પાણીનો પોકાર

બનાસકાંઠા: જે જનતા નેતાઓને મત આપે છે તે જ જનતાને પાણી માટે વલખા મારવા પડે છે. નેતાઓ પછી કાન વગરના થઈ જતા હોય તેવી સ્થિતી જોવા મળે છે. ઉનાળો શરૂ થાય અને બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા સામે ન આવે તેવું ક્યારે બન્યું નથી. અત્યાર સુધી તો ગ્રામીણ વિસ્તારોમાં જ પાણીની વિકટ સમસ્યા જોવા મળતી હતી. પરંતુ આ વર્ષે શહેરી વિસ્તારોમાં પણ પાણીની મોટી સમસ્યા સામે આવી રહી છે. જે પ્રમાણે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. તેમ તેમ પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પીવાના પાણી માટે રોજેરોજ મહિલાઓ કી.મી દૂર સુધી જવા માટે મજબૂર બનવું પડે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આ વર્ષે મોટાભાગના શહેરી વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે.

આ પણ વાંચો Banaskantha News : લાઈવલી હુડ અને વોટરશેડમાં 65 લાખના કૌભાંડનો MLA જીગ્નેશ મેવાણીનો આક્ષેપ

મહિલા આંદોલનો: ડીસા તાલુકામાં ઉનાળો શરૂ થયો ત્યારથી પાણી માટે મહિલાઓ આંદોલનો શરૂ કર્યા છે. ડીસા ગ્રામીણ વિસ્તારની તો વાત દૂર રહી પરંતુ હાલમાં ડીસા શહેરી વિસ્તારમાં પણ પાણી માટે મહિલાઓ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયાના ગામમાં જ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. ડીસા તાલુકાના જુનાડીસા ગામ ખાતે હાલ પાણીની સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણીનું બુંદ પણ ન આવતું હોવાના કારણે અહીંની મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ગામ રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયાનું હોવા છતાં પણ આજે લોકોએ પીવાના પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે.

વિકટ સમસ્યા: ઉનાળો શરૂ થાય અને બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા સામે ન આવે તેવું ક્યારે બન્યું નથી. અત્યાર સુધી તો ગ્રામીણ વિસ્તારોમાં જ પાણીની વિકટ સમસ્યા જોવા મળતી હતી. પરંતુ આ વર્ષે શહેરી વિસ્તારોમાં પણ પાણીની મોટી સમસ્યા સામે આવી રહી છે. જે પ્રમાણે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. તેમ તેમ પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકામાં પીવાના પાણી માટે રોજેરોજ મહિલાઓ કી.મી દૂર સુધી જવા માટે મજબૂર બનવું પડે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આ વર્ષે મોટાભાગના શહેરી વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે.

મહિલા આંદોલન: ડીસા તાલુકામાં ઉનાળો શરૂ થયો ત્યારથી પાણી માટે મહિલા આંદોલન શરૂ કર્યા છે. ડીસા ગ્રામીણ વિસ્તારની તો વાત દૂર રહી પરંતુ હાલમાં ડીસા શહેરી વિસ્તારમાં પણ પાણી માટે મહિલાઓ રોજેરોજ નગરપાલિકા અને પંચાયતમાં રજૂવાત માટે જઈ રહી છે. ત્યારે ડીસા તાલુકાના જુના ડીસા ગામ ખાતે પણ છેલ્લા ત્રણ મહિનાથી પીવાનું પાણી ન આવતા મહિલાઓ ભારે હાલાકીનો સામનો કરી રહી છે. જુનાડીસા ગામે રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા નું કામ છે. અહીં મોટાભાગના લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી સવાર અને સાંજ પીવાનું પાણી મહિલાઓને ન મળતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પાણી પહોંચ્યું નથી: સાંસદ સભ્યની ગ્રાન્ટ માંથી અહીં લોકોના ઘરો સુધી પીવાનું પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાના ખર્ચે નવો પાણીનો બોર બનાવવામાં આવ્યો છે. પરંતુ આ નવો બોર માત્ર ઉદ્ઘાટન પૂરતો બનાવવામાં આવ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. કારણ કે જ્યારથી જુનાડીસા ગામમાં દિવાના પાણી માટે નવો બોર બનાવવામાં આવે છે. ત્યારથી આજ દિન સુધી આ નવા બોરમાંથી લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું નથી. જેના કારણે અહીંના સ્થાનિક લોકો પીવાના પાણી માટે દૂર દૂર સુધી જવા માટે મજબૂર બન્યા છે. ડીસા તાલુકાના જુનાડીસા ગામે રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાનું વતન છે.

આ પણ વાંચો Banaskantha News : ચોમાસાની આગોતરી તૈયારીઓ માટે કલેક્ટરની બેઠક, જરૂરી પગલાઓને લઈને આપી સૂચના

દત્તક ગામ તરીકે લીધું: જેના કારણે તેઓએ તેમના સાંસદ કાળ દરમ્યાન જુનાડીસા ગામને દત્તક ગામ તરીકે લીધું હતું. અને પોતાના દત્તક ગામમાં રોડ લાઈટ અને પાણીની સુવિધાઓ લોકોને સારી મળી રહે તે માટે પણ તેઓએ જણાવ્યું હતું. પરંતુ અન્ય વિકાસના ગામોની વાત તો દૂર રહી પરંતુ હાલમાં જુનાડીસા ગામની મહિલાઓ જ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા નો વિરોધ દર્શાવી રહી છે જેનું મુખ્ય કારણ છે પીવાનું પાણી. છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી લોકોના ઘરો સુધી પીવાનું પાણી ન પહોંચતા મહિલાઓ અન્ય જગ્યાએથી પીવાનું પાણી લાવવા મજબૂર બની છે. કેટલીક વાર તો બહારથી પોતાના ખર્ચે પાણીનું ટેન્કર મંગાવી હાલ આ વિસ્તારની મહિલાઓ પીવાનું પાણી પોતાના ઘરમાં પૂરું પાડી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા આ બાબતે પોતે લીધેલા દત્તક ગામમાં પીવાનું પાણી પૂરું પાડે તેવી મહિલાઓએ માંગ કરી હતી.

પાણીની ખૂબ મોટી સમસ્યા: મહિલાની વેદના,સ્થાનિક મહિલા કમળાબેન પ્રજાપતિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ' અમારા વિસ્તારમાં સહેજ પણ પાણી આવતું નથી અમારે પાણીની ખૂબ મોટી સમસ્યા છે. આ વિસ્તાર એ દિનેશભાઈ અનાવાડીયા નો વિસ્તાર છે. તેમ છતાં અમારા વિસ્તારમાં પાણી મળતું નથી નવો બોર કરાયો છે. પરંતુ બોર કર્યા બાદ પણ અમને પાણી નથી મળતું બીજે ક્યાંક પાણી આવતું હોય ત્યાં મેં પાણી ભરવા જઈએ તો ત્યાં મોટી લાઈન હોય છે. જેથી અમારો નંબર નથી આવતો એટલે અમારે ખૂબ મોટી મુશ્કેલી પડે છે.

દૂર કરવાનો પ્રયત્ન: આ બાબતે હેમંત પચીવાલા જુનાડીસા ગ્રામ પંચાયતના તલાટી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ' પ્રજાપતિ વાસના પાણીની સમસ્યાની ધ્યાનમાં લઈને અમે પંચાયત દ્વારા એક નવો બોર બનાવ્યો છે. ત્યારબાદ અમે હાલ તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી મંજૂરી માટે પ્રોસેસ કરી છે. અમને વહીવટી મંજૂરી મળી જાય ત્યારબાદ વિદ્યુત બોર્ડમાં એસ્ટીમેન્ટ ભરીને સત્વરે બોર ચાલુ કરીને પાણીની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરીશું. આ બાબતે પ્રજાપતિ વાસના કોઈ રહીશોએ અમને પંચાયતમાં લેખિતમાં કે મૌખિક કોઈ રજૂઆત કરી નથી. અમે હવે જેમ બને તેમ જલ્દી એનું નિરાકરણ લાવીશું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.