ETV Bharat / state

Banaskantha News : સરકારને તેની જાહેરાતની યાદ અપાવતાં ખેડૂતો, 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવાની માંગ - આવેદનપત્ર

હાલમાં વરસાદ ખેંચાતાં ખેતરોમાં ઊભા પાકને સિંચાઇનું પાણી પાવા માટે વીજળીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા સરકારે 10 કલાક વીજળી પૂરી પાડવાની જાહેરાતની યાદ અપાવતાં વીજ પુરવઠો વધારવા માગણી કરતું આવેદનપત્ર પાઠવ્યું છે.

Banaskantha News : સરકારને તેની જાહેરાતની યાદ આપવાતાં ખેડૂતો, 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવાની માંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 5:43 PM IST

વીજળી પુરવઠો વધારવા માગણી

બનાસકાંઠા : સરકાર દ્વારા તાજેતરમાં જે જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોને આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવામાં આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવાના ન આવતા ખેડૂતોમાં આક્રોશ ખેડૂતોએ ભીલડી સબ સ્ટેશનના ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા 8 કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવામાં આવે.

વીજળી પૂરી ન મળતા ખેડૂતોની રજૂઆત : સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે ચાલુ વર્ષે જિલ્લામાં વરસાદ નહીવત છે. વરસાદ ખેંચાયો છે જેને ધ્યાનમાં રાખીને આઠ કલાક વીજળીની જગ્યાએ બે કલાક વધારીને 10 કલાક વીજળી આપવી. પરંતુ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં હજુ સુધી આઠ કલાક વીજળી આપવામાં આવે છે અને એમાં પણ વારેઘડીએ લાઈટ કાપવામાં આવે છે. તેથી ખેડૂતોએ ભીલડી સબ ડેપ્યુટી એન્જિનિયર જે ડી પરમારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવામાં આવે.

સરકાર દ્વારા તાજેતરમાં એક જાહેરાત કરવામાં આવી હતી કે નહિવત વરસાદ છે તેના કારણે ખેડૂતોને પાણી મળી રહે તે હેતુથી સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી તેની જગ્યાએ હવે બે કલાક વધારીને 10 કલાક વીજળી આપવામાં આવશે. પરંતુ એ વાતને આજે દસ દિવસ થયાં. પરંતુ હજુ સુધી અમને આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવામાં આવતી નથી. તેથી અમે ભીલડી સબ સ્ટેશનની ઓફિસે રજૂઆત કરી છે કે અમને જેમ બને તેમ જલદી બે કલાક વીજળી વધારી આપવામાં આવે. અમે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી તો બીજી તરફ વરસાદ પણ નથી. તેથી જો અમને બે કલાક વીજળી વધારે આપવામાં આવે તો અમારો પાક બચી શકે અને અમે અમારું ગુજરાત ચલાવી શકીએ...(ખેડૂત, પેપળુ ગામ, ડીસા)

વરસાદ ખેંચાયો છે : બનાસકાંઠા જિલ્લાના અમુક વિસ્તારમાં સરકારે કરેલી જાહેરાતનું પાલન ન થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવાની સરકારની જાહેરાત છતાં વિસ્તારમાં વીજળી બે કલાક વધારીને ન આપવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી અને વરસાદ પર આશા હતી પરંતુ વરસાદ તો ખેંચાયો છે ત્યારે સરકારે વરસાદ ટાઇમે જે જાહેરાત કરી હતી તેમાં પણ ખરી ઉતરતી નથી.

ખેડૂતોને જે આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવાની હોય છે તે વીજળી આપવામાં નથી આવતી. તેથી ખેડૂતોએ ગઈકાલે અમને રજૂઆત કરી છે. આવેદનપત્ર આપ્યું છે અને અમે આવેદનપત્રની આધારે જે રજૂઆત હતી તે અમારા ઉપરના લેવલે મોકલી આપી છે...જે. ડી. પરમાર ( ડેપ્યુટી એન્જિનિયર, ભીલડી સબ સ્ટેશન)

ખેડૂતો આક્રોશમાં : ડીસા તાલુકાના નેસડા ફીડરમાંથી ખેડૂતોને આઠ કલાક પૂરી વીજળી ન મળતા ખેડૂતો આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ ભીલડી સબ સ્ટેશનના ડેપ્યુટી એન્જિનિયર જે. ડી. પરમારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે તો અમને હજુ સુધી આઠ કલાક વીજળી આપવામાં આવી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે 8 કલાકની જગ્યાએ બે કલાક વીજળી વધારીને 10 કલાક આપવામાં આવે.

  1. Rainfall Deficit hits Farmers : બનાસકાંઠામાં વરસાદની અછતથી ખેડૂતોની પરિસ્થિતિ કપરી, કાલના વરસાદ બાદ કહી ખુશી કહી ગમ
  2. Banaskantha Monsoon 2023 : જિલ્લામાં છૂટોછવાયો વરસાદ, ખેડૂતોમાં કહી ખુશી તો કહી ગમનો માહોલ
  3. Banaskantha News: બનાસકાંઠાના ચાર તાલુકાના તળાવો પાણીથી ભરવા રાજ્ય સરકારે 1200 કરોડની યોજનાને આપી સૈદ્ધાંતિ મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.