ETV Bharat / state

Banaskantha News : ડીસા નગરપાલિકાની વૉર્ડ 9 પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યું, 25 વર્ષ પછી લડશે ચૂંટણી - ડીસા નગરપાલિકા

ડીસા નગરપાલિકાના વોર્ડ 9માં એક સદસ્યે આપેલા રાજીનામાના કારણે ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જેના માટે કોંગ્રેસના ઉમેદવારે આજે પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું. પાલિકાના વોર્ડ 9માં 25 વર્ષ બાદ કોંગ્રેસ સિમ્બોલ ઉપર ચૂંટણી લડશે.

Banaskantha News : ડીસા નગરપાલિકાની વૉર્ડ 9 પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યું, 25 વર્ષ પછી લડશે ચૂંટણી

author img

By

Published : Jul 21, 2023, 6:30 PM IST

ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી

ડીસા : રાજ્યભરમાં નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઓગસ્ટ 2023માં ચૂંટણી યોજવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ડીસા નગરપાલિકામાં વોર્ડ નંબર 9ના સદસ્યની ખાલી પડેલી બેઠકની પણ પેટા ચૂંટણી યોજાવાની છે. ડીસા નગરપાલિકાના વોર્ડ 9મા એક સદસ્યે આપેલા રાજીનામાના કારણે ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીએ આજે પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું.પાલિકાના વોર્ડ 9 માં 25 વર્ષ બાદ કોંગ્રેસ સિમ્બોલ ઉપર ચૂંટણી લડવામાં આવશે.

મને પાર્ટી એ જે ટિકિટ આપી છે તે બદલ હું પાર્ટીનો આભાર માનું છું. મને વિશ્વાસ છે કે હું પહેલેથી જ અમારા વિસ્તારની ચિંતા કરતો આવ્યો છું અને અમારા વિસ્તારના કામો કરેલા છે એટલે મને લોકો અવશ્ય વોટ આપશે. અમારા વિસ્તારમાં જે નગરપાલિકા દ્વારા ભેદભાવની નીતિ અપનાવવામાં આવે છે અને સ્વચ્છતા નથી કરાવવામાં આવતી તે માટે હું જીતીને આવીશ તો અમારા વિસ્તારમાં જે સફાઈ નથી થતી અને જે દરેક કામમાં ભેદભાવ જેવી નીતિ અપનાવવામાં આવે છે એટ્લે હું મારા વોર્ડના લોકો માટે કામ કરીશ...ઇમરાન કુરેશી(ઉમેદવાર)

ઇમરાન કુરેશીએ ફોર્મ ભર્યું : ડીસા પાલિકાના વોર્ડ નંબર 9માં અપક્ષ સદસ્ય તરીકે ચૂંટાયેલા સાદિક શેખે છ માસ અગાઉ પોતાના અંગત કારણોસરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી આ બેઠક ખાલી પડી હતી એની પેટા ચૂંટણી જાહેર થતા આજે કોંગ્રેસ દ્વારા ઇમરાન કુરેશીને પોતાનો ઉમેદવાર જાહેર કરતા ઇમરાન કુરેશીએ પોતાનું ચૂંટણી ફોર્મ ભર્યું હતું. ઇમરાન કુરેશી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા,ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ,શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દીપક પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં નાયબ કલેકટર કચેરી ખાતે ફોર્મ રજૂ કર્યું હતું.

ડીસા પાલિકાની પેટા ચૂંટણી માટે વોર્ડ નંબર નવમાં કોંગ્રેસે આ વિસ્તારના સક્રિય કાર્યકર અને હંમેશા લોકો વચ્ચે રહી લોકોના કામ કરતા યુવા આગેવાન ઇમરાન કુરેશીને ઉમેદવાર બનાવ્યા છે. તેમજ પાલિકાના વોર્ડ નંબર 9માં 25 વર્ષ બાદ કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે...ભરતસિંહ સોલંકી (જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)

હાલની સ્થિતિએ બેઠકો : અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા પાલિકામાં કુલ 11 વોર્ડની 44 બેઠકોમાં ભાજપના 27 કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના એક જ્યારે 14 અપક્ષ સભ્યો ચૂંટાયેલા હતા. જેમાંથી અપક્ષ સદસ્ય સાદિક કુરેશી એ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી.

  1. Banaskantha News: સામાજિક કાર્યકરના ગંભીર આક્ષેપ, લોક ઉપયોગી ગ્રાન્ટ યોગ્ય જગ્યાએ નથી વપરાતી
  2. Banaskantha News : ડીસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
  3. Banaskantha news : ડીસામાં પાલિકાએ દબાણ દૂર કરાતા બાળકો સહિત લોકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા, વરસાદના વાતાવરણમાં લોકો જાય ક્યા?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.