ETV Bharat / state

બનાસકાંઠામાં કોરોના હોસ્પિટલ્સ મરણપથારી પર હોવા છતાં સબ સલામત હૈની વાતો

સમગ્ર દુનિયા અત્યારે કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વધતા જતા કોરોના સંક્રમણ સામે તંત્ર લાચાર પુરવાર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા 15 દિવસમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતાં હવે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિઝન, વેન્ટિલેટર સહિતના સારવારના સાધનો ખૂટવા લાગ્યા છે તેમ છતાં તંત્ર સબ સલામત હૈનું રટણ કરી રહ્યું છે

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ
author img

By

Published : Apr 19, 2021, 7:31 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ
  • જિલ્લામાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં રેમડેસિવર ઇજેક્શનનું કાળાબજાર
  • સરકારની ગાઈડ લાઈનનું અમલ કરાવવા લોકમાંગ

બનાસકાંઠા: સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર કોરોના વાઇરસને અટકાવવા માટે જેટલા પ્રયાસો કરી રહ્યું છે તેટલા જ બમણા વેગથી કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે તેવામાં બનાસકાંઠા જિલ્લામાં પણ હવે હોસ્પિટલ્સ કોરોનાના દર્દીઓથી ઉભરાવવા લાગી છે. તો બીજી તરફ કોરોના વાઇરસ દર્દીઓની સારવારના સાધનોની અછત વર્તાવા લાગી છે ખાસ કરીને વેન્ટિલેટર, ઓક્સિજન, રેમડેસિવર ઈન્જેકશન સહિત બેડ પણ ખૂટી પડ્યા છે. બનાસકાંઠામાં જિલ્લામાં સૌથી વધુ કોરોના સંક્રમણ ડીસા અને પાલનપુરમાં થઈ રહ્યું છે. અહીં રોજના 100થી પણ વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં આરોગ્ય વિભાગ દ્વારા ડીસા અને પાલનપુરમાં ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. પાલનપુરમાં બનાસ કોવિડ હોસ્પિટલ અને ડીસામાં જનતા હોસ્પિટલમાં થઈ 200 જેટલા દર્દીઓ માટે વેન્ટિલેટર, ઑક્સિઝન , રેમડેસિવિર ઇન્જેક્શન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે તેમ છતાં પણ જે રીતે કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે તે જોતા આગામી સમયમાં હજુ પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તેવું ખાનગી હોસ્પિટલના તબીબોમાં રહ્યાં છે.

જિલ્લામાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં રેમડેસિવિર ઇજેક્શનનું કાળાબજાર

બનાસકાંઠામાં કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે ત્યારે ડીસામાં આવેલા તમામ I.C.U. માં જગ્યા નથી. કોરોના પીડિત દર્દીઓને દાખલ કરવા માટે તબીબો આગળ આજીજી કરવી પડે છે. જોકે I.C.U.ના અભાવના કારણે અનેક દર્દીઓને આમ તેમ રઝળવું પડે છે. સાથે રેમડીસીવર ઇન્જેક્શન જે કોરોના પીડિત દર્દીઓને જરૂર છે. તેમને બનાસકાંઠા જિલ્લામાં ક્યાંય ન મળતા દર્દીના સગાઓ અમદાવાદ સુધી રઝળપાટ કરવા છતાં ઇન્જેક્શન ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના દાવા હતા કે સબ સલામત છે તે તમામ પોકળ સાબિત થયા છે. ડીસામાં હાલ અનેક દર્દીઓને રેમડીસીવર ઇન્જેક્શનની જરૂર હોવા છતાં ન મળવાના કારણે દર્દીઓ રઝળી રહ્યાં છે. ત્યારે તંત્ર કહે છે જિલ્લામાં ઇન્જેક્શનો સ્ટ્રોક આવ્યો જ નથી જોકે તંત્રની એક તરફ સુવિધાના દાવાઓ છે અને બીજી તરફ બેવડી નીતિથી સમગ્ર જિલ્લામાં રોષ ફાટી નીકળ્યો છે. કોરોના પીડિત દર્દીના સગાએ જણાવ્યું હતું કે ઇન્જેક્શન માટે હું અમદાવાદ સુધી રઝળપાટ કરી આવ્યો છતાં ઇન્જેક્શન મળ્યું નથી. ડીસામાં મારા પરિવારના પીડિત દર્દીને ઇન્જેનશનની જરૂર ઊભી થઈ છે ત્યારે PM સુધી ઇ-મેઇલ કરીને પણ જાણ કરી છતાં હજુ સુધી મને ઇન્જેક્શન મળ્યા નથી. મારા પરિવારનો દર્દી હાલ પણ કણસણી રહ્યો છે. સરકારને વિનંતી કે ઇન્જેક્શન પુરા પાડે અને જરૂરિયાત મંદ તમામને ઇન્જેક્શન પુરા પાડે એવી મારી વિનંતી છે. જો કે બનાસકાંઠામાં ચાલતા ઇન્જેનશનના કાળા બજારમાં હું લેવા માંગતો નથી. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં એક ઇજેક્સનના 12,000 રૂપિયા લેવામાં આવે છે. તેમના સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે.

વધુ વાંચો: સુરતમાં AAP કાર્યકર્તાઓ કોરોના આઇસોલેશન વોર્ડમાં મદદ કરવા જોડાયા

આરોગ્ય તંત્ર દ્વારા તમામ સુવિધા પૂરી હોવાનું રટણ

ખાનગી હોસ્પિટલના તબીબોનું માનીએ તો અત્યારે બનાસકાંઠા જિલ્લામાં જો કોઈ કોરોના સંક્રમિત દર્દી આવે તો તેમને દાખલ કરવા માટે પણ કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી. જિલ્લામાં કોરોના મહામારીને પહોંચી વળવા માટે હવે જિલ્લા કલેક્ટરે ખાસ બેઠકોનો દોર શરૂ કર્યો છે. બનાસકાંઠામાં પાલનપુર અને ડીસામાં કોરોના વાઇરસની વધતો અટકાવવા માટે વોર્ડ ઑફિસરની નિમણૂંક કરી છે. જેમાં વોર્ડ ઓફિસરની સાથે નગરપાલિકા અને પોલીસની ટીમ સાથે રહી કામ કરશે. આ સિવાય વધતા જતા દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસો કર્યા છે અને અત્યારે બનાસકાંઠા જિલ્લાની 20 જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવારની વ્યવસ્થા ઉભી કરાઈ છે. એક તરફ અત્યારે હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે. દર્દીના સગાઓ ઈન્જેકશન માટે આમ તેમ ભટકી રહ્યાં છે.

વધુ વાંચો: ખેડા જિલ્લા કલેક્ટરે નડિયાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, કોવિડ કામગીરીની સમીક્ષા કરી

સરકારી ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરાવવા લોકમાંગ

સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં પણ અત્યારે પણ કોરોના વાઇરસની પરિસ્થિતિ બહુ ગંભીર થતી જાય છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની દર્દીઓની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે દર્દીઓને સારવાર આપવા માટે જગ્યા પણ નથી. જેના કારણે અત્યાર સુધી કોરોના વાઇરસમાં અનેક દર્દીઓના મોત પણ સારવાર ન મળવાના કારણે જીત્યા છે ત્યારે હાલમાં લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકારની ગાઇડ લાઇનનો લોકોને ચુસ્તપણે અમલ કરાવવામાં આવે છે. તેથી કોરોના વાઇરસના કેસમાં ઘટાડો થઈ શકે માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અત્યારે આ જ પરિસ્થિતિ છે. જેની સામે સરકાર અત્યારે પાંગળી પુરવાર થઇ રહી છે ત્યારે આરોગ્ય વિભાગ તો પૂરતા પ્રયાસ કરે જ છે પરંતુ સાથે સાથે લોકોએ પણ પૂરતી કાળજી રાખવી એટલી જ જરૂરી છે. જો લોકો સરકારી ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલ કરે તો ચોક્કસ આ મહામારી સામે જલ્દી જંગ જીતી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.