- 74.52 ટકા સાથે ભાભર નગરપાલિકામાં સૌથી વધુ મતદાન
- પાલનપુરમાં 56.46 ટકા, ડીસા નગરપાલિકામાં 60 ટકા મતદાન
- માંડલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 69.81 ટકા મતદાન નોંધાયું
બનાસકાંઠાઃ જિલ્લામાં મતદાન અંગે વિગતવાર વાત કરીએ તો, સૌથી વધુ મતદાન ભાભર નગરપાલિકામાં 74.52 ટકા અને પાલનપુરમાં 56.46 ટકા જયારે ડીસામાં આશરે 60 ટકા મતદાન થયું હતું. બનાસકાંઠાવાસીઓએ શાંતિપૂર્ણ માહોલમાં સવારથી ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ હતું. સાંજે 6 વાગ્યા સુધી ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં જિલ્લામાં સૌથી વધુ 74.52 ટકા બમ્પર મતદાન થયું હતું. જયારે પાલનપુર નગરપાલિકા ચૂંટણીમાં 56.46 ટકા મતદાન અને ડીસા નગરપાલિકા ચૂંટણીમાં આશરે 60 ટકા જેટલું મતદાન થયું હતું.
ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 62.52 ટકા મતદાન થયું
થરા નગરપાલિકા પેટા ચૂંટણીમાં 63.89 ટકા અને ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 62.52 ટકા મતદાન થયું હતું. માંડલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 69.81 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જ્યારે મોટી મહુડી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 64.88 ટકા મતદાન નોંધાયું હતું.
કોરોના ગાઈડ લાઈન મુજબ મતદાન થયું
જિલ્લાની ત્રણ પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી જ ઘણા સ્થળોએ મતદારોની લાંબી લાઈન જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લાા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે ખૂબ સરસ ચૂંટણીલક્ષી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓ કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે ફરજમાં જોડાયા
કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિમાં મતદાનમથકમાં પ્રવેશ પહેલાં દરેક મતદારનું ગનથી તાપમાન ચેક કરી, હાથ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. ચૂંટણીમાં રોકાયેલા તમામ કર્મચારીઓ પણ કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે સજ્જ થઈને ફરજમાં જોડાયા હતા. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં લોકો આનંદ અને ઉત્સાહથી આ લોકશાહીના પર્વમાં મતદાન કરી ભાગીદાર બન્યાં હતાં.