ETV Bharat / state

બનાસકાંઠાની જીવાદોરી સમાન ત્રણેય ડેમોમાં પાણી નહીંવત હોવાથી જિલ્લામાં જળસંકટની સ્થિતિ - ડેમ

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર થયા બાદ પણ ઉત્તર ગુજરાત કોરુંધાકોડ છે. તેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ન થતા જિલ્લાના મુખ્યડેમમાં એક પણ ટીપું નવું પાણી આવ્યું નથી. જે કારણે ખેડૂતો ચિંતાતુર છે.

બનાસકાંઠાની જીવાદોરી સમાન ત્રણેય ડેમોમાં પાણી નહિવત હોવાથી જિલ્લામાં જળસંકટની સ્થિતિ

author img

By

Published : Aug 2, 2020, 9:44 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં આ વર્ષે વરસાદ નિહવત છે. જિલ્લાના મુખ્ય ડેમ પણ ખાલીખમ પડ્યા છે. ઉનાળામાં તો ડેમના તળિયા દેખાતા હતા. પરંતુ હવે ચોમાસુ શરૂઆતને એક માસ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતા પણ ડેમ કોરા ધાકોર છે. ડેમ કોરા ધાકોર હોવાથી ખેડૂતો ચિંતાતુર છે.

બનાસકાંઠાની જીવાદોરી સમાન ત્રણેય ડેમોમાં પાણી નહિવત હોવાથી જિલ્લામાં જળસંકટની સ્થિતિ
બનાસકાંઠાની જીવાદોરી સમાન ત્રણેય ડેમોમાં પાણી નહિવત હોવાથી જિલ્લામાં જળસંકટની સ્થિતિ

બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદની અછત હોવાના કારણે ખેડૂતો પાણી વગર ભારે પરેશાની ભોગવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ભારે અછત સર્જાય છે, તેમાંય ખાસ કરીને સરહદી વિસ્તારમાં તો લોકો પીવાના પાણી માટે વલખા મારતા નજરે પડે છે. જેના માટે લોકોને સિંચાઇ માટે અને પીવા માટે પૂરતું પાણી મળી રહે તે માટે જિલ્લામાં ત્રણ ત્રણ જળાશયો બનાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષથી નહિવત વરસાદ હોવાના કારણે ત્રણેય જળાશયો તળિયા ઝાટક થઈ ગયા છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર એમ ત્રણ ડેમ અત્યારે સૂકા ભઠ્ઠ જેવા બની ગયા છે. આ વર્ષે વળી બનાસકાંઠા માં કે ઉપરવાસમાં વરસાદ ના થતા એક પણ ડેમમાં નવું પાણીનું ટીપુય પણ આવ્યું નથી, જેના કારણે ભર ચોમાસામાં ડેમ તળિયાજાટક ભાસી રહ્યા છે. દાંતીવાડા ડેમમાં 1.59 ટકા, મુક્તેશ્વર ડેમમાં 4 ટકા અને સિપુ ડેમમાં દોઢ ટકા જેટલું પાણી છે. જેના કારણે આગામી સમયમાં જળ સંકટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

દાંતીવાડા ડેમએ જિલ્લાનો મુખ્ય અને જીવાદોરી સમાન ડેમ છે. પીવાલાયક અને સિંચાઈ માટે તે સૌથી વધુ અગત્યનો છે. મોટાભાગના વિસ્તારો પીવાના પાણી માટે પણ આ દાંતીવાડા સહિતના ડેમ પર જ નિર્ભર છે. ઉનાળામાં લોકોએ ડેમમાં પાણી ઓછું હોવાથી પાણીની અનેક સમસ્યાઓ વઠી હતી. પરંતુ ચોમાસાના એક માસ બાદ પણ ડેમમાં પાણી ન દેખાતા આગામી સમયમાં જો વરસાદ ન થાય તો ખૂબ મુશ્કેલી પાણી માટે સર્જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. હાલમાં ત્રણેય ડેમમાં માત્ર દોઢથી ચાર ટકા જેટલું પાણી છે, જો આ ચોમાસે બનાસકાંઠામાં મેઘરાજા મેહરબાન નહી થાય તો જળ સંકટની ભયંકર સમસ્યા ઉભી થાય તેમ છે, માટે નર્મદાના નીરથી આ ડેમ ભરવામાં આવે તો કદાચ અહીંના લોકોને જળ સંકટમાંથી બચાવી શકાય તેમ ખેડૂતો માની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.