ETV Bharat / state

Banaskantha News : ચોમાસાની આગોતરી તૈયારીઓ માટે કલેક્ટરની બેઠક, જરૂરી પગલાઓને લઈને આપી સૂચના - વરસાદને લઈને કલેક્ટરની સમીક્ષા બેઠક

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં ચોમાસાને અનુલક્ષીને પાલનપુર ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં પુર, વાવાઝોડા, ભારે વરસાદની સ્થિતિમાં ભૂતકાળના અનુભવોને આધારે રાહત બચાવની કામગીરી કરવા સૂચન કરાયું હતું.

Banaskantha News : ચોમાસાની આગોતરી તૈયારીઓ માટે કલેક્ટરની બેઠક, જરૂરી પગલાને લઈને આપી સૂચના

author img

By

Published : Apr 28, 2023, 7:17 PM IST

વરસાદને લઈને કલેક્ટરને અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

બનાસકાંઠા : ચોમાસાની ઋતુને અનુલક્ષીને આગોતરા આયોજન અને અમલવારી અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી વિસ્તાર ઉપરાંત તાલુકા, ગ્રામ્યવિસ્તારોમાં ચોમાસાના કારણે જાન-માલનું નુકસાન અટકાવવા આગોતરી તૈયારીઓ સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટરે અધિકારીઓને સૂચનાઓ આપી : આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલે ચોમાસાને અનુલક્ષીને જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાના સુચનો અપાયા હતા. જિલ્લામાં તળાવો કે ડેમ વિસ્તારની આસપાસ જે ગામો આવતા હોય, તો તેવા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા, વીજ પુરવઠો જળવાય તેની તકેદારી રાખવાના સુચનો અપાયા હતા. ઉપરાંત જિલ્લા-તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવા જણાવ્યું હતું. ભૂતકાળના અનુભવોને આધારે જિલ્લામાં પુર વાવાઝોડાની ગમે તેવી સ્થિતિને પહોંચી વળવા અંગેનું આયોજન ગોઠવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

આ પણ વાંચો : Gujarat Weather Update : ખેડૂતો ધ્યાન આપો, ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી

વરસાદી પાણી ભરાતું હોય ત્યાં : ચોમાસામાં જિલ્લાના જે ગામોમાં પાણી ભરાતું હોય ત્યાં અસરગ્રસ્તોને સલામત સ્થળે લઈ જઈ શકાય તે માટે વિશેષ તકેદારી લેવામાં આવે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે અંગે સાવચેતીના જરૂરી પગલા લેવામાં આવે. ચોમાસાની ઋતુમાં સર્જાયેલી પરિસ્થિતિમાં શાળાઓને આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવા તેમજ શાળાની ચાવી ગામમાં રહે. જવાબદાર વ્યક્તિનો ફોન ચાલુ રહે એ અંગે કલેકટરે સૂચન કર્યું હતું. સાથોસાથ ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં લેવા માટે મેડિકલ ટીમ સાથે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી હતી.

આ પણ વાંચો : Unseasonal Rains : રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા

વરસાદના લઈ ડેમની સ્થિતિ : આ ઉપરાંત રાહત શિબિર, હેમ રેડિયો, લાઉડ સ્પીકરની ઉપલબ્ધતા, વરસાદ માપક યંત્રો, અને તે સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી, કન્ટ્રોલ રૂમમાં ચોવીસ કલાક જવાબદાર કર્મચારીની હાજરી, જળાશયોની પાણીની સપાટીનો અહેવાલ, ડેમના દરવાજા ખોલવાની સ્થિતિમાં લેવાના પગલાં અને તકેદારી, રાહત વિતરણની કામગીરી, બચાવ કામગીરી સાધનોની ચકાસણી, રેસ્ક્યુ કીટ, ડીઝલ જનરેટર સેટિંગ સેટ, સંદેશા વ્યવહારના સાધનોની ચકાસણી સહિતના આયોજન અને વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. તો બીજી તરફ બચાવ રાહત કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે અને કોઈ ફરિયાદ ન મળે એ પ્રકારની તૈયારીઓ કરવા આદેશ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.