બનાસકાંઠા : બિપરજોય વાવાઝોડાએ બનાસકાંઠા જિલ્લો સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વિનાશ કર્યો હતો. ત્યારે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોને પણ નુકસાન થયું હતું. અનેક જગ્યાએ ખેડૂતોએ દિવસ રાત કાળી મજૂરી કરી તૈયાર કરેલો પાક જમીનદોસ્ત થઈ થતાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. સરપંચો અને ધારાસભ્યની રજૂઆતને પગલે હવે સરકારે અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ કરાયો છે.

દાડમનું વાવેતર : બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ થરાદ અને વાવ તાલુકામાં બાગાયતી પાક એટલે કે દાડમનું વાવેતર કરનાર ખેડૂતોને નુકસાન થયું હતું. ખેતરમાં તૈયાર થયેલા દાડમના આખે આખા છોડ જમીનમાંથી ઉખડીને દૂર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. છેલ્લા ત્રણ ચાર વર્ષથી તૈયાર કરેલા દાડમના છોડ નેસ્તનાબૂદ થઈ જતા એક એક ખેડૂતને ત્રણથી પાંચ લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું હતું. જેમાં સરકારે હવે 33 ટકાથી વધુ નુકસાન હોય તો પ્રતિ હેક્ટરે 37,500 અને જુના છોડ માટે 25 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે.
સરકાર દ્વારા નુકસાનીને લઈને જાહેરાત કરવામાં આવી છે, પરંતુ અમારા પાસે હજુ કોઈ ઓર્થો રાઇડ પરિપત્ર આવ્યો નથી, પરંતુ જે પ્રમાણે સાંભળવા મળ્યું છે એ પ્રમાણે ખેડૂતોને બાગાયતી પાકમાં થયેલા ઉત્પાદનના નુકસાનમાં બે હેકટર દીઠ 37,500 રૃપિયા સહાય આપવામાં આવશે. જે દાડમના ઝાડ મૂળમાંથી ઉખડી ગયા છે કે મૂળમાંથી જ જેને નુકસાન થયું છે. તેવા પાકમાં પ્રતિ બે હેક્ટર દીઠ એક લાખ 25 હજારની સહાય આપવામાં આવશે. - નાયબ બાગાયતી નિયામક અધિકારી
જિલ્લામાં કેટલું નુકસાન : બનાસકાંઠા જિલ્લામાં બાગાયતી પાકમાં નુકસાનની વાત કરીએ તો 33 ટકાથી વધુ નુકસાન હોય તેઓ 1.25,000 હેક્ટર વિસ્તાર છે. જેમાં 102 હેક્ટર જમીનમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે, જ્યારે વર્ષોથી દાડમના છોડ ઉભા હોય તેવા 117 હેક્ટર જમીનમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. જિલ્લામાં દાડમનું સૌથી વધુ વાવેતર લાખણી, થરાદ, ભાભર અને દિયોદર વિસ્તારમાં થાય છે. ખેડૂતોનું માનીએ તો, દાડમની ખેતી કરનાર ખેડૂતોને વાવાઝોડાથી સરેરાશ પાંચથી છ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જેની સામે સરકાર હવે માત્ર 25,000 રૂપિયા લેખે સહાય ચૂકવે જે મામૂલી છે. જેથી ખેડૂતોની માંગ છે કે, સરકાર વધુ સહાય આપે તો થોડી રાહત મળી શકે તેમ છે.
- Gandhinagar News : બિપરજોય વાવાઝોડામાં નુકસાન સંદર્ભે 2 જિલ્લા માટે 240 કરોડનું પેકેજ જાહેર, બાકીના 8 જિલ્લાનું શું?
- Kutch News : સ્વ.અહેમદ પટેલની પુત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, પરીવાર જેવી લાગણીથી વારંવાર આવશે કચ્છ
- Gandhinagar News : બિપરજોય વાવાઝોડાથી બાગાયતી પાકને નુકસાન, સરકાર કેટલું સહાય પેકેજ જાહેર કરશે?