ETV Bharat / state

Banaskantha Crime : ડીસાના પેપળુ ગામમાં ચોરોનો તરખાટ, એક જ રાતમાં 5 મંદિરોમાં ચોરી થઇ - મંદિરોમાં ચોરી

બનાસકાંઠાના લાખણી તાલુકાના પેપળુ ગામમાં ચોરોનો તરખાટ સામે આવ્યો છે. પેપળુમાં એક જ રાતમાં પાંચ મંદિરના તાળાં તોડી રોકડ અને ચાંદીના છત્તરની ચોરી કરવામાં આવી છે. ગામલોકોએ ભેગાં થઇને ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Banaskantha Crime : ડીસાના પેપળુ ગામમાં ચોરોનો તરખાટ, એક જ રાતમાં 5 મંદિરોમાં ચોરી થઇ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 7:51 PM IST

રોકડ અને ચાંદીના છત્તરની ચોરી

ડીસા : બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામે ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પાંચ મંદિરોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ગામમાં એક જ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા પાંચ મંદિરોને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપતા ગામમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. આ બાબતે પેપળુ ગામના સ્થાનિક લોકોએ તાત્કાલિક ભીલડી પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.

અમારા ગામમાં ગઈ રાતે ગોગ મહારાજના પાંચ મંદિરોમાં ચોરી થઈ છે. ગોગા મહારાજના પાંચ મંદિરોમાં લગાવેલા ચાંદીના છતરો લઈ ગયા છે અને પાંચે મંદિરોમાં રાખેલી રોકડ રકમ પણ આ અજાણ્યા શખ્શો લઈને ફરાર થઈ ગયા છે. તેથી અમે ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પાસે માંગ કરી છે કે જેમ બને તેમ સત્વરે આ ચોરોને પકડીને ગામમાં લાવે અને ગામની ફરતે તેમનું વરઘોડો કાઢે અને લઈ ગયેલો મુદ્દામાલ રિકવર કરી અમને ન્યાય આપે..પસાભાઇ દેસાઇ (ગ્રામજન, પેપળુ)

ગુનાખોરીમાં વધારો : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી લૂંટ અપહરણ જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ હવે ચોર ટોળકી સક્રિય બની છે અને એક બાદ એક સરહદી વિસ્તારોના મંદિરોને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

રાત્રિના સમયે ચોર ટોળકી સક્રિય બની : અગાઉ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ વાવ વિસ્તારમાં મંદિરોને ટાર્ગેટ બનાવી એક મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે હવે લાખણી તાલુકામાં પણ રાત્રિના સમયે ચોર ટોળકી સક્રિય બની છે અને એક બાદ એક ચોરીની ઘટનાને આ ટોળકી અંજામ આપી રહી છે. ત્યારે લાખણી તાલુકાના પેપળુ ગામે પણ એક જ રાત્રિના સમયે પાંચ જેટલા મંદિરોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં સાંજે 7:00 વાગ્યા પછી લોકો પોતાના ખેતરો તરફ જતા રહેતા હોય છે તે સમયનો લાભ ઉઠાવી આ ચોર ટોળકીએ ગામમાં પ્રવેશ કર્યો હતો.

લાખો રૂપિયાની ચોરી : ચોર ટોળકીએ ગામમાં આવેલા અલગ અલગ પાંચ મંદિરોને નિશાન બનાવ્યા હતા રાત્રિના સમય દરમિયાન ચોર ટોળકી મંદિરના તાળા તોડી અંદર પડેલી દાનપેટી અને માતાજીના છતરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે ગ્રામજનો પરત પોતાના ઘર તરફ ફર્યા ત્યારે ગામમાં પાંચ જેટલા મંદિરોના તાળા તૂટેલા જોવા મળ્યા હતાં. જેથી ગ્રામજનોએ મંદિરમાં જે તપાસ કરતા પાંચ મંદિરોમાં લાખો રૂપિયાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.

ગઈકાલ રાત્રે પેપળુમાં એક ચોરીની ઘટના બની છે. જેમાં એક જ રાતમાં પાંચ મંદિરોના તાળાં તૂટ્યા છે અને પાંચ મંદિરોમાં ચોરોએ ચોરી કરી છે. જે બાબતે ગ્રામજનોએ ભીલડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. અરજીના આધારે ભીલડી પોલીસે આ ચોરી કરનાર આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે...ભરત દેસાઈ (તપાસ અધિકારી, ભીલડી પોલીસ સ્ટેશન)

રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગની માગણી : આ ચોરીની ઘટનાને લઇ આખું ગામ ભેગું થયું હતું અને તાત્કાલિક ભીલડી પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગ્રામજનોની ફરિયાદના આધારે પોલીસે ચોરી કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ગ્રામજનોની માગ છે કે મંદિરોમાં ચોરી કરનાર ટોળકીને કડકમાં કડક સજા થાય અને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે તેવું જણાવ્યું હતું. એક જ રાત્રિમાં પેપળુ ગામમાં પાંચ મંદિરોમાં અજાણ્યાં શખ્સો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તો વારંવાર બનતી ચોરીની ઘટના અટકી શકે.

  1. Navsari Crime: ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય, નવસારીમાં ચોરોએ શ્રાવણના પ્રથમ દિવસે જ મંદિરને ટાર્ગેટ કર્યું
  2. Rajkot Crime : રાજકોટમાં ભગવાનની પૂજા અર્ચના કરીને દાનપેટી થેલામાં નાખી ચોરે ચાલતી પકડી
  3. Mahudi temple Theft : મહુડી મંદિરમાં ટ્રસ્ટીઓએ જ 45 લાખનો હાથફેરો કર્યો, 2ની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.