બનાસકાંઠા : આજરોજ બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી પોલીસ કાકરેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે કાંકરેજના વડા ગામની સીમા ગેરકાયદે રીતે ગાંજાનું ખેતર આવેલું છે જે દરમિયાન એસઓજી પોલીસે અલગ અલગથી ટીમો બનાવી ખેતરમાં તપાસ કરતાં કરોડો રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે આ સમગ્ર મામલે ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
થરા વિસ્તારમાં SOG પોલીસની ટીમ પેટ્રોલિંગની હતી તે દરમિયાન SOG પોલીસને ખાનગી રહે એક બાતમી મળી હતી કે વડા ગામમાં છનુભા વિરસંગ વાઘેલાના ખેતરમાં ગાંજાના છોડ ઉભેલા છે. ત્યારબાદ એસ.ઓ.જી પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આ ખેતરમાં રેડ કરી હતી. તપાસ કરતા કપાસ અને એરંડાની આડમાં ખેતરમાં ગાંજાના છોડ મળી આવ્યા હતાં. ત્યારબાદ આ છોડના એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતાં અને ત્યારબાદ ગાંજાના છોડ છે તેવું સાબિત થતાં તે ગાંજાના છોડ 1,776 જેનું વજન છે 1259 કિલો અને 250 ગ્રામ થયું છે. આ છોડની ટોટલ કિંમત 1 કરોડ 25લાખ 92 હજાર 500 રૂપિયા થઇ હતી. આ તમામ ગાંજાના છોડનો મુદ્દામાલ કબજે કરી ગાંજાના છોડનું વાવેતર કરનાર છનુભા વિરસંગ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..ડી. ટી. ગોહિલ (દિયોદર ડીવાયએસપી)
બાતમી મળી : બનાસકાંઠા જિલ્લાની સરહદો પરથી રોજેરોજ મોટા પ્રમાણમાં દારૂ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસની ટીમો હવે વધતા જતા નશીલા પદાર્થોના વેચાણને લઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડા ગામની સીમમાં આવેલ છનુભા ઉર્ફે વિરસંગ ઘુડસંગ વાઘેલાના ખેતરમાં ઉભેલો ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોડની બનાસકાંઠા એસ.ઓ.જી.પોલીસને બાતમી મળી હતી.
આરોપી છનુભા વિરસંગ વાઘેલા : જે દરમ્યાન એસ ઓ જી પોલીસે પંચોને સાથે રાખી બાતમીના આધારે કાંકરેજ તાલુકાના વડા ગામે રહેતા છનુભા વિરસંગ વાઘેલાની માલિકીના ખેતરમાં રેડ કરતાં એરંડાના પાકની આડમાં ગેરકાયદેસર વાવેતર કરેલ મોટા પ્રમાણમાં માદક પદાર્થ ગાંજાના છોડ મળી આવ્યા હતા. જે બાદ ખેતરમાં બનાસકાંઠા એસ. ઓ. જી. પોલિસે કલાકો સુધી તપાસ કરી હતીઅને ખેતરમાંથી કરોડોની કિંમતનો ગાંજો પકડી પાડયો હતો.જેમાં માદક પદાર્થ ગાંજાના છોડને પંચોની હાજરીમાં ઉખાડી ગણતરી કરતાં લીલા ગાંજાના છોડ નંગ-1776 જેનુ કુલ વજન- 1259.250/- કિલોગ્રામ જેની કુલ કિ.રુ.1,25 92,500/- નો મુદામાલ ઝડપી પાડયો હતો. બનાસકાંઠા એસ ઓ જી પોલીસે પકડી પાડેલ ગણતરી કરી વજન કરી મુદામાલને થરા પોલીસ સ્ટેશન ખાતે લાવી ઝડપાયેલ ગાંજાને આઘારે એસ.ઓ.જી.પોલિસે થરા પોલીસ મથકે આરોપી છનુભા વિરસંગ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોધાવવાની તજવીજ હાથ ધરી હતી.