ETV Bharat / state

Banaskantha Crime : મંદિર પાસે સફાઈ કરવાનું કહેતા વેપારી પર ચાર શખ્સોએ તલવાર પાઈપ વડે કર્યો હુમલો

ડીસામાં એક વેપારીએ મંદિર પાસે કચરો સાફ કરવાનું કહેતા બોલાચાલી બાદ ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. ચાર શખ્સોએ વેપારી પર તલવાર અને પાઇપ વડે હુમલો કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

Banaskantha Crime : મંદિર પાસે સફાઈ કરવાનું કહેતા વેપારી પર ચાર શખ્સોએ તલવાર પાઈપ વડે કર્યો હુમલો
Banaskantha Crime : મંદિર પાસે સફાઈ કરવાનું કહેતા વેપારી પર ચાર શખ્સોએ તલવાર પાઈપ વડે કર્યો હુમલો
author img

By

Published : May 19, 2023, 9:28 PM IST

ડીસામાં એક વેપારીએ મંદિર પાસે કચરો સાફ કરવાનું કહેતા બોલાચાલી બાદ ચાર શખ્સોએ હુમલો કર્યો

બનાસકાંઠા : ડીસામાં કચરો સાફ કરાવવા બાબતે વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં પિતા-પુત્રો સહિત ચાર શખ્સોએ તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં વેપારીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડી હુમલો કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદ આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

શું છે સમગ્ર બનાવ : ડીસાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો મયુર સોલંકી કપચીનો વ્યાપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ નિયમિત રૂપે ઘરેથી નીકળી ગોગા મહારાજના મંદિરે પ્રાર્થના કરવા જાય છે. થોડા દિવસ પહેલા તેઓ મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યારે મંદિર પાસે કચરો જોતા સામે પાનનો ગલ્લો ચલાવતા દિપક રાજપૂતને સફાઈ કરવા બાબતે કહ્યું હતું. જોકે વાત વાતમાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ બંને ત્યાંથી નીકળી ગયા હતા.

માથાકૂટની અદાવત રાખી હુમલો : બાદમાં બપોરના સમયે મયુર સોલંકી પંચાલ સમાજની વાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે દીપક રાજપુત તેનો ભાઈ ચિરાગ રાજપુત, મિલન તેમજ તેમના પિતા હસમુખ રાજપૂત સવારે મંદિરમાં થયેલી માથાકૂટની અદાવત રાખી હુમલો કર્યો હતો. તલવાર પાઇપ વડે હુમલો કરતા મયુરને હાથ પગના ભાગે ગંભીર બીજા પહોંચી હતી. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મયુરને છોડાવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત મયુરને તેના પરિવારજનોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જે અંગે ઈજાગ્રસ્તે હુમલો કરનાર ચારેય પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અગાઉ મારે મંદિર પાસે કચરો લેવાની બાબતમાં બોલાચાલી થઇ હતી. તેની અંગત અદાવત રાખીને મારી પર હુમલો કર્યો હતો. જેમાં એમના ફાધર હસમુખભાઈ, મિલન એમના ભાઈ ચિરાગ અને દીપક આ લોકોએ મારી પર તલવાર અને પાઇપ વડે મને માર મારેલો છે, ત્યારે આસપાસના લોકોએ આવીને મને છોડાવ્યો હતો અને ત્યારબાદ મને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાયેલ છે. - મયુર સોલંકી (ભોગ બનનાર, વેપારી)

Rajkor news: હપ્તાની વસૂલી કરવા માટે આવેલા શખ્સો દ્વારા યુવા ભાજપ નેતા પર હુમલો કરતા નોંધાઈ ફરિયાદ

Rajkot Crime : હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા મુદ્દે જસદણમાં અધિકારી પર હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ

Navsari Crime: નિવૃત્ત ASIના પુત્ર પર જીવલેણ હુમલો, સારવાર મળે એ પહેલા જ શ્વાસ બંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.