બનાસકાંઠા: થરાદ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ (Narmada canal family suicide) એક બાજુ આશીર્વાદરૂપ નીવડી છે, ત્યારે બીજી બાજુ મૃત્યુની કેનાલ પણ સાબિત થઈ છે. જેમાં થરાદ તાલુકાના પીલુડા ગામના એક જ પરિવારના 4 સદસ્યોએ ભાપી પાસેથી પસાર થતી કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવી (Banas kantha Family Suicide case) મૃત્યુને વહાલું કર્યું હતું. જેમાં 30 વર્ષીય કાળાભાઈ મોહનભાઈ પંડ્યા, તેમની પત્ની અને તેમની એક 4 વર્ષની અને એક દોઢ વર્ષની બાળકી સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતું. જોકે તેમની સૌથી મોટી દીકરી ઘરે ન હોવાના કારણે તે બચી ગઇ હતી.
![Banas kantha Family Suicide case: થરાદમાં એક જ પરિવારના 4 સભ્યોએ કેનાલમાં ઝંપલાવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-mot-ni-chalang-gj10014_17042022171644_1704f_1650196004_396.jpg)
આ પણ વાંચો: PM Modi Jamnagar Visit: જામનગરમાં PMનો સંભવિત કાર્યક્રમ બોપરા સર્કિટ હાઉસમાં
દીકરીઓને મોટરસાઈકલ ઉપર બેસાડી: ઉલ્લેખનીય છે કે, થરાદ તાલુકાના પીલુડા ગામ (Banas kantha tharad piluda village)માં રહેતા 30 વર્ષીય પંડ્યા કાળાભાઈ તેમની પત્ની અને તેમની ત્રણ દીકરીઓ સાથે રોજિંદા મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. રવિવારના બપોરના સુમારે તેમની પત્ની અને બંને દીકરીઓને મોટરસાઈકલ ઉપર બેસાડી ભાપી ગામમાંથી પસાર થતી મુખ્ય કેનાલ પાસે ગયા હતા. જેમાં તેઓએ પોતાની પત્ની અને બંને દીકરીઓ એક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેમાં આજુબાજુના ખેડૂતો અને લોકો જોઇ જતાં બુમરાણ ઊઠી હતી. થરાદ નગરપાલિકાના તરવૈયાને જાણ કરતા નર્મદા કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
![Banas kantha Family Suicide case: થરાદમાં એક જ પરિવારના 4 સભ્યોએ કેનાલમાં ઝંપલાવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15042760_124_15042760_1650198965522.png)
આ પણ વાંચો: Junagadh lemon price hike: ખરાબ નજરથી બચાવતા લીંબુ મરચા પર મોંઘવારીએ બગાડી નજર
સમગ્ર પંથકમાં શોકની લાગણી: થરાદ તાલુકાના પીલૂડાં ગામના એક જ પરિવારના ચાર સભ્યો ( 4 members of same family jump into canal) નર્મદાની કેનાલમાં ઝંપલાવાતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. ધટનાને પગલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામું કરીને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.