- બનાસડેરી વેચશે જિલ્લાનું મધ
- બનાસનું મધ અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાશે
- વિશ્વના બજારોમાં વેચવા આજે થયું લોન્ચિંગ
- જિલ્લામાં અનેક ખેડૂતો મધ ઉછેર કેન્દ્ર સાથે જોડાયેલા છે
બનાસકાંઠાઃ વર્ષોથી અતિ પછાત ગણાતો જિલ્લો હવે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. ખાસ કરીને ખેડૂતો ખેતીની સાથે સાથે અનેક વેચાણ સાથે જોડાઈ અને લાખો કરોડોની કમાણી કરી રહ્યાં છે. વર્ષોથી જિલ્લાના ખેડૂતો માત્ર ખેતી આધારિત જ હતાં પરંતુ જેમ જેમ ટેકનોલોજીનો લાભ મળી રહ્યો છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ટેકનોલોજીથી ખેતીની સાથોસાથ અન્ય વ્યવસાય સાથે પણ કમાણી કરતાં નજરે પડી રહ્યાં છે.
બનાસકાંઠા જિલ્લામાં મધ ઉછેર કેન્દ્ર
આમ તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલનની સાથોસાથ અન્ય વ્યવસાય સાથે જોડાઈ વર્ષે લાખો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. જિલ્લામાં હાલ ઘણાં ખેડૂતો પોતાની ખેતીની સાથોસાથ મધમાખી ઉછેર (Bee keeping) તરફ વળ્યાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મધમાખી વ્યવસાય તરફ જવા માટે આહવાન કરતાં ખેડૂતો ખેતીની સાથોસાથ મધમાખી વ્યવસાય સાથે જોડાયાં છે. બનાસડેરી દ્વારા જે ખેડૂત ખેતીની સાથોસાથ મધમાખી વ્યવસાય સાથે જોડાય છે તેમને મધમાખી બોક્સ અને સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત મધમાખી ઉછેર કરવા માટે ડેરીમાં એક મહિના સુધી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો મધમાખી ઉછેર કેન્દ્ર તરફ વળ્યાં છે અને જેમાંથી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ વડોદરામાં મધ 30થી વધુ પરિવારમાં મીઠાશ લાવશે