ETV Bharat / state

બનાસ ડેરીની ચૂંટણીમાં નવો વળાંક : વાઈસ ચેરમેન માવજી દેસાઈએ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું

બનાસ ડેરીની ચૂંટણીના ઉમેદવારી પત્રો પરત ખેંચવાના બુધવારે અંતિમ દિવસે ડીસાથી શંકર ચૌધરી સામે પેનલ બનાવનારા અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઇએ તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. ત્યારે સહકારી આલમમાં લાગી રહેલી અટકળોનો અંત આવ્યો છે.

બનાસ ડેરીની ચૂંટણી
બનાસ ડેરીની ચૂંટણી
author img

By

Published : Oct 7, 2020, 9:43 PM IST

બનાસકાંઠા : બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણી પ્રક્રિયાને લઈને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો. જો કે, ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલા બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઇએ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે જાહેરમાં કેટલાક રાજકીય આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ વર્તમાન ચેરમેનની વિરુદ્ધમાં જ માવજી દેસાઇએ નવી પેનલ બનાવવાની શરૂઆત કરી હતી. જેમાં પોતે પણ ડીસા બેઠક પરથી બનાસ ડેરીના ડિરેક્ટર માટે ઉમેદવારી નોંધાવી હતી.

Banas Dairy elections
માવજી દેસાઇએ ડીસા બેઠક પરથી બનાસ ડેરીના ડિરેક્ટર માટે ઉમેદવારી નોંધાવી હતી

બનાસ ડેરીની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે શંકર ચૌધરીની પેનલના 9 ઉમેદવારો બિનહરીફ થઈ જતા માવજી દેસાઇની હાર થઈ હતી. ત્યારે બુધવારે માવજી દેસાઇએ ડીસા શહેરમાં આવેલા ગોપાલક છાત્રાલય ખાતે રબારી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે.

વાઈસ ચેરમેન માવજી દેસાઈએ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું

માવજી દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે, સમાજમાં ભાગલા ન પડે તે માટે સમાજના આગેવાનો અને કનિરામ બાપુના આદેશથી પોતે મોટું મન રાખીને પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. બનાસ ડેરીના ચેરમેન અને ઉત્તર ગુજરાતના કદાવર નેતા શંકર ચૌધરી સામે માવજી દેસાઇએ ઉમેદવારી નોંધાવીને બાથ ભીડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, શંકર ચૌધરી વિશે પૂછયેલા પ્રશ્ન અંગે માવજી દેસાઇએ વાત કરવાનું ટાળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.