ETV Bharat / state

એશિયાની નંબર વન બનાસ ડેરીની નવી પહેલ, વરાળમાંથી ઉત્પન્ન કરશે દિવસનું 120 લીટર પાણી - The largest dairy in Asia

બનાસ ડેરી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેથી હવે રણ વિસ્તારમાં પણ લોકોને પાણી મળી રહેશે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ રણ વિસ્તારમાં સોલાર પ્લેટના ઉપયોગથી એક પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિથી વરાળ દ્વારા હવે દિવસનું 120 લીટર પીવાનું શુદ્ધ પાણી બનશે. જે રણ વિસ્તારમાં વસતા લોકો અને જવાનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આવનારા સમયમાં પાણીની સમસ્યામાંથી છૂટકારો મળી શકશે.

Banas Dairy
એશિયાની નંબર વન બનાસ ડેરીની નવી પહેલ
author img

By

Published : Oct 26, 2020, 10:01 PM IST

Updated : Oct 27, 2020, 9:46 AM IST

  • બનાસ ડેરીએ સોલાર પ્લેટના ઉપયોગથી એક નવી પદ્ધતિ વિકસાવી
  • બનાસડેરીએ વરાળમાંથી પાણી બનાવવાની પદ્ધતી વિકસાવી
  • બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે સર્જાઈ છે પાણીની સમસ્યા

બનાસકાંઠાઃ જિલ્લોએ રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે દર વર્ષે જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકોને સૌથી વધુ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. દર વર્ષે જિલ્લાના વાવ, સુઈગામ, ભાભર અને થરાદ સરહદી વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે દૂર-દૂર સુધી જવું પડતું હોય છે. ક્યાંક તો પાણી ન મળવાના કારણે લોકોએ વરસાદી પાણી આધારિત પોતાનું ગુજરાન ચલાવવું પડે છે. જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન થઇ રહ્યા છે.

Banas Dairy
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે સર્જાઈ છે પાણીની સમસ્યા

બનાસ ડેરી દ્વારા નવતર પ્રયોગ

ઉનાળાની શરૂઆત થતાં જ સરહદી વિસ્તારમાં ચારેબાજુ પાણી માટે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ત્યારે ચાલુ વર્ષે પણ સરહદી બનાસકાંઠા જિલ્લામાં લોકોએ પીવાના પાણી માટે પાંચ-પાંચ દિવસ સુધી રાહ જોઇને બેસી રહેવું પડે છે. પાણી ન હોવાના કારણે પશુઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહે છે. જેથી આગામી સમયમાં સરહદી વિસ્તારોમાં પાણીની તંગી ન સર્જાય તે માટે બનાસ ડેરી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

Banas Dairy
એશિયાની નંબર વન બનાસ ડેરીની નવી પહેલ

ટેકનોલોજીની મદદથી દિવસનું 120 લીટર પીવાનું પાણી બનવવામાં આવશે

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા વરાળમાંથી પાણી બનાવવાની પદ્ધતિ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે અને આમાં કેટલાક અંશે સફળતા પણ મળી છે. આ અંગે બનાસડેરી દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. હવે રણ વિસ્તારમાં પણ લોકોને સહેલાઈથી પાણી મળી રહેશે. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ રણ વિસ્તારમાં સોલાર પ્લેટના ઉપયોગથી એક પદ્ધતિ વિકસાવી જેના દ્વારા વરાળમાંથી ટેક્નોલૉજીની મદદથી દિવસનું 120 લીટર પીવાનું શુદ્ધ પાણી બનવવામાં આવી રહ્યું છે. જે રણ વિસ્તારમાં વસતા લોકો અને જવાનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આવનાર સમયમાં પાણીની સમસ્યામાંથી છૂટકારો મળી શકશે.

Last Updated : Oct 27, 2020, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.