ETV Bharat / state

પાલનપુરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો આશાવર્કર બહેનોએ કર્યો વિરોધ

author img

By

Published : Mar 8, 2021, 5:30 PM IST

Updated : Mar 8, 2021, 7:38 PM IST

બનાસકાંઠા જિલ્લામાં આજે 8 માર્ચના વહીવટીતંત્ર અને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશાવર્કર બહેનોને પૂરતું વેતન પણ મળતું નથી, જેને લઈ આજે 8 માર્ચના રોજ પાલનપુરમાં આશાવર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાલનપુરમાં આશાવર્કર બહેનોએ કર્યો વિરોધ

  • મહિલા દિવસનો પાલનપુરમાં આશાવર્કરો દ્વારા વિરોધ
  • શોષણ દિવસ ગણાવી કર્યા સૂત્રોચ્ચાર
  • આરોગ્ય વિભાગની આશાવર્કરોએ વિરોધ કરી કલેકટરને આપ્યું આવેદનપત્ર

બનાસકાંઠાઃ આજે 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, જે હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક સેવાભાવી સંસ્થાઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નારીશક્તિને સન્માનિત કરવાના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જોકે, આશાવર્કર બહેનો હજુપણ પૂરતું વેતન માટે વલખાં મારવા મજબૂર છે, ત્યારે જિલ્લા કલેકટર કચેરી બહાર આશાવર્કર બહેનો અપૂરતા પગારના વિરોધમાં આવેદનપત્ર આપવા એકત્ર થઈ હતી. આશાવર્કર આગેવાન પિન્કીબેન પરમારે જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણની મસમોટી વાતો કરવાને બદલે પહેલાં આશાવર્કર બહેનોને પૂરતો પગાર આપો, નહિતર આવા દેખાડા બંધ કરવા જોઈએ.

આ પણ વાંચોઃ સયાજી હોસ્પિટલમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતી મહિલા શક્તિને બિરદાવી

આશાવર્કર બહેનોને માત્ર અઢી હજારનું સામાન્ય વેતન જ આપવામાં આવે છે

આશાવર્કર બહેનોએ આજે સોમવારે વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકાર મહિલાઓને પુરુષ સમોવડી બનાવવાની મસમોટી વાતો કરે છે, પરંતુ
બીજીતરફ આશાવર્કર બહેનોને માત્ર અઢી હજારનું સામાન્ય વેતન જ આપવામાં આવે છે. તેથી આજના દિવસને અમે મહિલા સશક્તિકરણ દિવસ નહિ પણ મહિલા શોષણ પ્રતિકાર દિવસ ગણીએ છીએ.

આ પણ વાંચોઃ ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ

કોરોનાકાળમાં આશાવર્કરોએ ઉત્કૃષ્ઠ કામગીરી નિભાવી હતી

નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં જ્યારે કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા, ત્યારે જિલ્લાની તમામ આશાવર્કર બહેનોએ પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના ઉમદા આરોગ્યલક્ષી કામગીરી નિભાવી હતી, ત્યારે હજુ પણ આવી આશાવર્કરોને પૂરતો પગાર ચૂકવવાને બદલે સરકાર માત્ર આશ્વાસન જ આપે છે, જે અત્યન્ત દુઃખદ બાબત છે.

Last Updated : Mar 8, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.