- બનાસકાંઠા જિલ્લાનો વધુ એક આર્મીમેન શહીદ
- જવાનની અંતિમયાત્રામાં મોટી સંખ્યમાં લોકો જોડાયા
- આન, બાન અને શાન સાથે જવાનને વિદાઈ અપાઈ
બનાસકાંઠા: મેમદપૂર ગામના આર્મીમાં ફરજ બજાવતા જવાન શહીદ થતા આજે તેના માદરે વતન તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. કાશ્મીરના પીંછવાડા ગામે ફરજ બજાવતા જવાનનું ભેખડ ઘસી પડતા શહીદ થયો હતો. આજે તેના પાર્થિવ દેહને સન્માન આપી અંતિમ યાત્રા નીકળતા ગ્રામજનો આંખો પણ ભરાઈ આવી હતી.
જશવંતસિંહ રાઠોડ નામનો યુવક જમ્મુ-કાશ્મીરના પીંછવાડા ખાતે ફરજ બજાવતો હતો
ભારત દેશના લોકો સુરક્ષિત રીતે રહી શકે તે માટે આજે પણ ભારત દેશના જવાનો દેશની બોર્ડર ઉપર ઠંડી હોય ગરમી હોય, વરસાદ હોય તો પણ રાત દિવસ બોર્ડર પર દુશ્મનોની સામે રહી સુરક્ષા કરે છે. આજે પણ કેટલીક એવી ઘટનાઓ બોર્ડર પર બનતી હોય છે. જેના કારણે દેશના જવાનો શહીદ થતા હોય છે. ત્યારે બનાસકાંઠાનો વધુ એક જવાન શહીદ થયો છે. વડગામ તાલુકાના મેમદપુર ખાતે રહેતો જશવંતસિંહ રાઠોડ નામનો યુવક ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો અને અત્યારે જમ્મુ-કાશ્મીરના પીંછવાડા ખાતે ફરજ બજાવી રહ્યો હતો. તે સમયે અચાનક ભેખડ ધસી પડવાની સર્જાયેલી દુર્ઘટનામાં જવાનને ગંભીર ઈજા થતા તે શહીદ થયો હતો.
આ પણ વાંચો: છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિવારને રૂપિયા 2,50,000ની શૌર્ય રાશી અર્પણ કરાશે
પાર્થિવ દેહને વતન લવાયો
વડગામનો યુવાન ફરજ દરમિયાન શહીદ થતા તેના પાર્થિવ દેહને આજે માદરે વતન લવાયો હતો. ઇન્ડિયન આર્મી તરફથી પૂરા માન-સન્માન સાથે તેના પાર્થિવ દેહને મેમદપૂર ખાતે લાવી ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરાઈ હતી. અંતિમયાત્રા સમયે ગ્રામજનોએ પણ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તો અંતિમયાત્રા સમયે સમગ્ર ગામ દેશભક્તિના રંગે રગાઈ જતા ગ્રામજનોની આંખો પણ ભરાઈ આવી હતી.
આ પણ વાંચો: નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને મણિનગરના સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ શ્રદ્ધાંજલિ અર્પી
આખું ગામ અંતિમ યાત્રામાં જોડાયું
વડગામ ખાતે રહેતા જશવંતસિંહ રાઠોડના પાર્થિવદેહને જ્યારે આન, બાન અને શાન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ત્યારે આ યાત્રામાં 3,000થી પણ વધુ લોકો જોડાયા હતા. આખા ગામમાં ભારત દેશની રક્ષા કરતા જવાની અંતિમયાત્રાથી આખું ગામ શોકમય બન્યું હતુ. તમામ લોકોએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી અંતિમયાત્રામાં જોડાયા હતા. જવાનની અંતિમયાત્રા નીકળતાની સાથે જ આખું ગામના લોકોની આંખોમાં આશુ જોવા મળ્યા હતા. ચારે બાજુ વીર જવાન તુમ અમર રહોના નારા સાથે આ વીર જવાનને વિદાય આપવામાં આવી હતી.