ETV Bharat / state

વડગામમાં થયેલી હત્યાને લઈ ફાંસીની સજાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - banaskantha

બનાસકાંઠા: વડગામ તાલુકાના નાંદોત્રા ગામે યુવતીની હત્યાને લઇને ભારે આક્રોશ જોવા મળ્યો છે. જેમાં આરોપીને ફાંસીની સજાની માગ સાથે આજે સમગ્ર ચૌધરી સમાજ એકત્રિત થઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ સમાજના આગેવાનોએ કરી હતી.

વડગામમાં થયેલી હત્યાને લઇ ફાંસીની સજાની માગ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
author img

By

Published : Jun 20, 2019, 6:13 PM IST

વડગામ તાલુકાના નાંદોત્રા ગામે ખેતરમાં મજૂરી કરતા ભાગીયાએ માલિકની દીકરીની હત્યા કરી હતી. દુષ્કર્મ કરવાના ઇરાદે આવેલા આ ઇસમે ખેતરના માલિકની પુત્રી તાબે ન થતાં તેના ઘરમાં જ હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપી લીધો છે. પરંતુ, આ યુવતીની હત્યાને લઈને સમગ્ર ચૌધરી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીને ફાંસીની સજાની માગ સાથે ચૌધરી સમાજના યુવાનો અને સમાજના લોકોએ એકત્ર થઈને આજે કલેકટર અને SP ને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

વડગામમાં થયેલી હત્યાને લઇ ફાંસીની સજાની માગ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને ફાંસીની સજા મળે એવી માંગણી કરી હતી. આજે સમગ્ર સમાજને યુવતીની હત્યાના મામલે બહાર આવવું પડે છે ત્યારે સમાજની માંગણીઓ સંતોષાય છે કે કેમ ? તે તો સમય જ બતાવશે.

લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.20 06 2019

સ્લગ... હત્યારાઓ ને ફાંસી ની સજા ની માંગ

એન્કર :-
વડગામ તાલુકાના નાંદોત્રા ગામે યુવતીની હત્યા લઇને ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીને ફાંસીની સજાની માંગ સાથે આજે સમગ્ર ચૌધરી સમાજ એકત્રિત થઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સમાજના આગેવાનોએ કરી હતી.

વી.ઓ. :-
વડગામ તાલુકાના નાંદોત્રા ગામે ખેતરમાં મજૂરી કરતા ભાગીયાએ માલિકની દીકરીની હત્યા કરી નાખી હતી. દુષ્કર્મ કરવાના ઇરાદે આવેલા આ ઇસમે ખેતરના માલિકની પુત્રી તાબે ન થતાં તેને ઘરમાં જ હત્યા કરી હતી. ગળાના ભાગે દાતરડું મારીને હત્યા કરાઇ હતી. પોલીસે આરોપીને તો ઝડપી લીધો છે પરંતુ આ યુવતીની હત્યાને લઈને સમગ્ર ચૌધરી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.  આરોપીને ફાંસીની સજાની માંગ સાથે ચૌધરી સમાજના યુવાનો અને સમાજના લોકોએ એકત્ર થઈને આજે જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને ફાંસીની સજા મળે એવી માંગણી ઉચ્ચારી હતી.

બાઈટ :- લક્ષમીબેન કરેણ (આગેવાન)
(સમાજની દીકરી સાથે અન્યાય થયો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ)

બાઈટ :-હિતેશ ચૌધરી (આગેવાન)
(જો યોગ્ય ન્યાય નહીં મળે તો બે લાખ લોકો ભેગા થઈ આંદોલન કરીશું)

વી.ઓ. :-
બનાસકાંઠામાં યુવતીની છેડતી અને હત્યાઓના બનાવ અવાર નવાર બનતા હોય છે. બનાસકાંઠામાં હવે મહિલાઓ પણ સુરક્ષિત નથી જે પ્રકારે છેડતી રોમિયોગીરી હત્યા આવા બનાવો નું બનાસકાંઠામાં પ્રમાણ વધ્યું છે. જિલ્લામાં ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. પોલીસ તંત્રની ઢીલી નીતિ હોવાથી આવા બનાવોમાં વધારો થયો છે. આજે સમગ્ર સમાજને યુવતીની હત્યાના મામલે બહાર આવવું પડે છે ત્યારે સમાજની માંગણીઓ સંતોષાય છે કે કેમ..?

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.