- થરાદ નાયબ કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર
- વિવિધ પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓ એ આપ્યું આવેદનપત્ર
- પોલીસ ભરતી પરીક્ષા માં નિયમો બદલાવા કરવા આપ્યું આવેદનપત્ર
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં યોજાનારી PSI-ASIની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે જેને લઈ ગુરુવારે યુવાનોએ પરીક્ષાના નિયમોમાં બદલાવ કરવા માટે થરાદ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો : PSI અને ASIની ભરતીના નિયમો મનઘડત હોવાના આક્ષેપ સાથે અરજદારોનું આવેદનપત્ર
પોલીસ ભરતી પરીક્ષા માં નિયમો બદલાવા કરવા આપ્યું આવેદનપત્ર
બનાસકાંઠાના સરહદી યુવાનો દ્વારા થરાદ નાયબ કલેક્ટરને PSI-ASI પરીક્ષા ના નિયમો ફેરફાર કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ પરીક્ષામાં પ્રતિક્ષા યાદી રાખવામાં આવે છે જેથી નોકરી ન કરતા યુવકો અધિકારી બની શકે નોટિફિકેશન કેટેગરી પ્રમાણે સીટોની ફાળવણી કરવામાં વિસંગતતા દેખાય છે જે દૂર કરવામાં આવે તેમજ ભર ઉનાળે ફિઝિકલ પરીક્ષા લેવાના નિયમમાં પણ સુધારો કરાય તેવી રજૂઆતોના લઇને નાયબ કલેકટર થરાદને આજે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા મોકૂફ રાખવા માટે NSUI દ્વારા રજૂઆત
થરાદ નાયબ કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર
બનાસકાંઠાના સરહદી વિસ્તાર ના યુવાનો દ્વારા થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં વિવિધ પ્રકારના પ્રશ્નો લઈને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જો નિયમોમા ફેરફાર નહીં થાય તો વિદ્યાર્થીઓ આંદોલન કરશે જેના માટે જવાબદાર ગુજરાત સરકારની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.