- બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોના આતકમાં વધારો
- ધાનેરામાં CNG પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો
- અસામાજિક તત્વોનો આતંક
બનાસકાંઠા : જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. આ લોકો નજીવી બાબતે આવેશમાં આવી જઈ હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તો બીજી તરફ કોરોના વાઈરસની મહામારી બાદ બનાસકાંઠા જિલ્લામાં મારામારીની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. લોકોને જાણે હવે પોલીસનો પણ ભય ન રહ્યો હોય તેમ એક બાદ એક ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે આ બાબતે પોલીસ આવા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરશે તો જ આવનારા સમયમાં વારંવાર બનતી ઘટનાઓ અટકી શકાય તેમ છે.
આ પણ વાંચો : રેસ્ટોરન્ટના કારીગરે માલિક પર ધારદાર ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો
CNG ગેસનો ભરી આપતા રીક્ષા ચાલક સહિત ચાર લોકોએ કર્યો હુમલો
ધાનેરા શહેરમાં પોલીસની ઢીલી નીતિને કારણે અસામાજિક તત્ત્વો બેફામ બની ગયા છે. જેમાં ધાનેરા ખાતે આવેલ ગુરુકૃપા CNG પમ્પ પર ત્રણ સામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના બની હતી. ગુરુકૃપા CNG પમ્પ પર CNG ભરાવવા માટે વાહનોની લાંબી કતારો લાગી હતી. તે દરમિયાન એક રિક્ષા ચાલક સીધો જ CNG ભરાવવા માટે પમ્પ પાસે પહોંચી ગયો હતો. જોકે કર્મચારીએ તેને પણ લાઈનમાં ઉભા રહેવા માટે જણાવતા બન્ને વચ્ચે રકઝક થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સોએ CNG પમ્પના કર્મચારી સાથે બોલાચાલી કરી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને પમ્પના કર્મચારીને માર માર્યો હતો.
આ પણ વાંચો : સાબરકાંઠાના પ્રાંતિજ કતપુર ટોલ ટેક્સ પર અજાણ્યા શખ્સોએ ટોલ ટેક્સ ન આપવા મામલે કર્યો હુમલો
સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
આ મારામારીની સમગ્ર ઘટના પણ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાદમાં આ ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. આ ઘટના અંગેની જાણ થતાં જ CNG પમ્પના માલિક પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ધાનેરા પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં સ્પષ્ટ દેખાતી હોવા છતાં પણ ફરિયાદ દાખલ કરવાના બદલે માત્ર અરજી લઈને કાર્યવાહી શરૂ કરતા પોલિસની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે.