- પાલનપુર શહેરમાં થઈ રહ્યુ છે બિન અધિકૃત રીતે બાંધકામ
- 25 વર્ષથી ખાલી પડેલા પાર્કિંગ પ્લોટમાં થઈ રહ્યુ છે બાંધકામ
- બિન અધિકૃત બાંધકામને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો
- સરકારે જમીન ખાલસા કરવી જોઈએ તેવી સ્થાનિકોની માગ
- માગ પુરુ નહિ થાય તો કોર્ટમાં ફરિયાદ કરશે દાખલ
25 વર્ષથી ખાલી પડેલી પાર્કિંગની જગ્યાઓ પર થઈ રહ્યું છે બિનઅધિકૃત બાંધકામ
પાલનપુર શહેરના સુખબાગ રોડ પર GIDC આવેલી છે. અહીં છેલ્લાં 25 વર્ષથી ખાલી પડેલા પાર્કિંગ પ્લોટ પર કેટલાક લોકોએ બિન અધિકૃત રીતે બાંધકામ શરૂ કર્યુ છે. બિન અધિકૃત રીતે બાંધકામ શરુ કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બાંધકામ અટકાવવા સ્થાનિકો કોર્ટના દરવાજા ખખડાવવા પણ મક્કમ બન્યા છે.
સરકારે જમીન ખાલસા કરવી જોઈએ તેવી સ્થાનિકોની માગ
સુખબાગ રોડના સ્થાનિકોએ આ બિન અધિકૃત રીતે થઈ રહેલા બાંધકામના પુરાવાઓ સાથે ગાંધીનગર,પાલનપુર નગરપાલિકા તેમજ જિલ્લા કલેકટર સુધી ઉગ્ર રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી આ બિનઅધિકૃત બાંધકામ અટકાવ્યું નથી. સ્થાનિકોનું માનીએ તો આ જમીન પર 25 વર્ષથી કોઈ જ બાંધકામ થયું નથી. તેથી જમીનને ખાલસા કરવી જોઈએ છતાં તંત્ર કોઈ જ કાર્યવાહી કરી રહ્યુ નથી. બિનઅધિકૃત રીતે થઈ રહેલા બાંધકામને અટકાવવા હવે સ્થાનિકો મક્કમ બન્યા છે. આ બાંધકામ નહિ અટકે તો કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને પણ બાંધકામ અટકાવવામાં આવશે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.