ETV Bharat / state

દિયોદર તાલુકાના રૈયા ગામે થયેલી મારામારી બાબતે ન્યાય માટે આવેદનપત્ર અપાયું - દિયોદર પોલીસ

દિયોદર તાલુકાના રૈયા ગામે બે પક્ષો વચ્ચે થયેલી મારામારી મામલે ન્યાય માટે ચૌધરી સમાજના આગેવાનો દ્વારા દિયોદર નાયબ કલેકટર, સીટી પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

deodar
દિયોદર
author img

By

Published : Oct 1, 2020, 7:12 AM IST

બનાસકાંઠા : જિલ્લામાં છેલ્લાં એક અઠવાડિયામાં મારામારીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નજીવી બાબતને લઈ જિલ્લામાં મારામારીની ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે. અત્યાર સુધી નાની-મોટી મારામારીમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે અને અનેક લોકો મોતને પણ ભેટયા છે. ત્યારે આવા ગુનાહિત કૃત્યો ઓછા થાય તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ અવારનવાર બનતી મારામારીની ઘટનાઓ ઓછી થઇ શકે તેમ છે.

દિયોદર તાલુકાના રૈયા ગામે થયેલ મારામારી બાબતે ન્યાય માટે આવેદનપત્ર અપાયું

દિયોદર તાલુકાના રૈયા ગામે બે દિવસ અગાઉ બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. આ મારામારીની ઘટનામાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ કરતા દિયોદર પોલીસે 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જ્યાં દિયોદર તાલુકાના રૈયા ગામના ચૌધરી સમાજના 500 થી પણ વધુ લોકોએ ન્યાય માટે આવેદનપત્ર આપ્યું હતું.

ખાસ કરીને છેલ્લા ઘણાં સમયથી રૈયા ગામમાં રહેતા અનુસૂચિત જાતિના લોકો દ્વારા વારંવાર એટ્રોસિટીની ધમકીઓ આપી ખોટી ફરિયાદો કરવામાં આવી રહી છે. વારંવાર નજીવી બાબતમાં એટ્રોસિટીની ધમકીઓ આપવામાં આવતા હાલ દિયોદર તાલુકાના રૈયા ગામમાં આ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે વારંવાર ધમકી આપી અનુસૂચિત જાતિના લોકો દ્વારા એટ્રોસિટી દાખલ કરનારા સામે સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે રૈયા ગામના 500 જેટલા ચૌધરી સમાજના લોકોએ દિયોદર નાયબ કલેકટર, સીટી પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક ધોરણે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.