ETV Bharat / state

Ambaji Mohanthaal: શુક્રવારથી અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ મળશે, 32000 પેકેટની તૈયારીઓ શરૂ - મોહનથાળના 10 ઘાણ

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શુક્રવાર 17 માર્ચથી શ્રદ્ધાળુઓ માટે પણ ઉપલબ્ધ બનશે. મંદિરના પ્રસાદગૃહમાં મોહનથાળ બનાવવાની પ્રક્રિયા શરુ થઇ ચૂકી છે. આજે મોહનથાળના 10 ઘાણ બનાવી મહાપ્રસાદનું પુનઃવિતરણ થવા જઇ રહ્યું છે.

Ambaji Mohanthaal Prasad : અંબાજી મંદિરમાં શુક્રવારથી મોહનથાળ પ્રસાદ કેન્દ્ર ઉપર મળશે, 32000 પેકેટ બનશે

author img

By

Published : Mar 16, 2023, 3:56 PM IST

અંબાજી : યાત્રાધામ અંબાજીના મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ 15 દિવસ પછી ફરી એકવાર મંદિરના પ્રસાદ ગૃહમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મંદિરના પ્રસાદી ગૃહમાં આજે મોહનથાળના 10 ઘાણ બનાવવાની સૂચના આપવામાં આવી છે,. આજ સાંજ સુધીમાં 3250 કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે.

કોવીડની ગાઇડલાઇનનું પાલન: અંબાજી મંદિરના મહા પ્રસાદના એક ઘાણમાં 100 કીલો બેસનનો કકરો લોટ, 75 કીલો શુદ્ધ ઘી, 150 કિલો ખાંડ, 17.500 લીટર દૂધ અને 200 ગ્રામ ઈલાયચીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. શુદ્ધતા ને સ્વચ્છતા સાથે કોવીડની ગાઇડલાઇન પ્રમાણે આ મહાપ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો Mohanthal Vs Chikki: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં માઈ ભક્તોમાં ખુશીનો માહોલ, દાંતા રાજવીએ PM નો આભાર માન્યો

સાંજે પેકીગ કરવામાં આવશે : આ તમામ પ્રસાદ બનાવ્યા બાદ સાંજે પેકીગ કરવામાં આવશે. જેમાં 100 ગ્રામના 32000 જેટલા પેકેટ તૈયાર કરવામાં આવશે.જેને મંદિર ટ્રસ્ટના પ્રસાદી કેન્દ્ર ઉપર યાત્રિકોને વિતરણ કરવામાં આવશે. આ મોહનથાળનો પ્રસાદ શ્રદ્ધાળુઓે આવતીકાલ મંદિરના પ્રસાદ કેન્દ્ર ઉપરથી મેળવી શકશે. જોકે મંદિરની ગાદી ઉપર આ મોહનથાળનો પ્રસાદ ગઈકાલથી જ વેચાણમાં શરૂ કરી દેવામાં આવ્યો હતો.

મોહનથાળ પ્રસાદ માટે લડત અપાઇ : મોહનથાળનો પ્રસાદ ફરી શરુ કરાવવા માટે કોંગ્રેસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભાજપના સ્થાનિક કાર્યકરોએ પણ ભારે વિરોધ કર્યો હતો અને લડત આપી હતી. વિરોધને કારણે મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરાયો છે. જેનો માઈભક્તોને ઘણો આનંદ ભક્તોમાં અનેરો આનંદ થયો છે.

આ પણ વાંચો Ambaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત

દાંતા રાજવી મહારાજ પરમવીરસિંહે દર્શન કર્યા : દાંતા સ્ટેટના રાજવી મહારાજ પરમવીરસિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું. હવે સાબિત થયું છે કે ગુજરાત અને ભારતમાં હિન્દુત્વની સનાતન સરકાર છે. હું હવે માતાજીના દર્શન કરવા જઈશ. મે મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થાય. સરકારે નિર્ણય કર્યો છે તે મુજબ મોહનથાળનો પ્રસાદ શરૂ થયો છે. જેથી હું દર્શન કરવા આવ્યો છું. તેઓએ મોહનથાળ પ્રસાદની પરંપરા જાળવવા માટે પીએમ મોદીને ટ્વીટ કરીને અપીલ કરી હતી જેમાં સારો નિર્ણય આવતાં તેઓએ મા અંબાના દર્શન કર્યાં હતાં.

આ પણ વાંચો pavagadh mahakali temple: અંબાજી બાદ પાવાગઢ મંદિરે શ્રીફળ ન વધારવાનો નિર્ણય

શ્થાનિક ભાજપે પણ વધાવ્યો હતો નિર્ણય અંબાજી શહેર ભાજપના ઉપપ્રમુખ સુનીલ બ્રહ્મભટ્ટે મોહનથાળ પ્રસાદ બંધ કરવાના નિર્ણય સામે રાજીનામું આપી દીધું હતું. તેઓએ પણ મોહનથાળ પ્રસાદ ફરી શરુ કરવાના નિર્ણય બાદ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે તેમણે જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ પ્રત્યે ભકતોને ભારે આસ્થા હતી તે પ્રસાદ બંધ થતાં તમામ માઈ ભક્તો, સંગઠનોમાં ભારે આક્રોશ હતો. મે પણ ઉપપ્રમુખપદેથી અને ભાજપના સક્રિય કાર્યકર પદેથી રાજીનામું આપી દીધું હતું. આ વિરોધનો વિજય થયો છે. સરકારના આ નિર્ણયને ચાચર ચોકથી હું વધાવી રહ્યો છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.