રેલીમાં વનવિભાગના કર્મચારીઓ સહિત અધિકારીઓ પણ જોડાયા હતા. આ રેલી અંબાજીના બજારોમાં પરિભ્રમણ કરી પરત વનવિભાગની કચેરીએ પહોંચી હતી. જ્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
જો કે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પર્યાવરણનો મુખ્ય આધાર વૃક્ષો પર છે. જેને લઈ વન વિભાગ દ્વારા 2.50 લાખ જેટલા વૃક્ષોના છોડ નર્સરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. જેનું અંબાજીના જંગલોમાં વાવેતર કરવામાં આવશે.