અંબાજી(બનાસકાંઠા): ચીન-લેટિન અમેરિકન દેશોમાં કોરોનાના કેસોમાં વધારો (Corona cases in world) થઈ રહ્યો છે. ચીનમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર છે. વિદેશોમાં લેવાઈ રહેલા આકરા પગલાંની સામે ભારત પણ સતર્ક બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરી દેવાઈ છે. (Corona case update)
આ પણ વાંચો: કોરોનાની રસી માટે હવે ઈન્જેક્શન નહીં લેવું પડે, નોઝલ વેક્સિનને મળી મંજૂરી
હોસ્પિટલોમાં એલર્ટ: ગુજરાતમાં વિદેશથી આવનરા લોકો પણ કોરોના સંક્રમિત (Corona cases in Gujarat) થઈ રહ્યા છે. જેને પગલે રાજ્યભરમાં સરકારી હોસ્પિટલોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. જેના પગલે યાત્રાધામ અંબાજીમાં પણ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ તંત્ર એલર્ટ(ambaji health department alert) જોવા મળ્યું છે. યાત્રાધામ અંબાજીમાં ગુજરાતમાંથી જ નહીં પણ દેશ અને દુનિયામાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે સાથે અંબાજીનો મહત્તમ વિસ્તાર ટ્રાઇબલ પટ્ટો માનવામાં આવે છે. જેથી કોરોનાએ રિએન્ટ્રી કરી છે. જેમાં કોઈ પણ દર્દી ઓક્સીજન કે દવાના કારણે મૃત્યુ ન પામે તેવી તકેદારી સજ્જ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સોલા સિવિલમાં 56 બેડ ધરાવતો કોવિડ વોર્ડ થયો શરૂ
કોરોનાને પહોંચી વળવા તૈયારીઓ: અંબાજીની જનરલ હોસ્પિટલમાં બે ઓક્સિજન પ્લાન્ટ જેમાં એક મિનિટમાં સાડા પાંચસો લીટર જેટલું મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 100 ઓક્સીજન બેડ સાથે 10 ICU બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાને લગતી મહત્તમ દવાઈઓનો જથ્થો પણ ખડકી દેવામાં આવ્યો છે. આરટીપીસીઆર લેબ પણ શરુ કરી દેવામાં આવી છે જેમાં રોજના 100 ઉપરાંતના ટેસ્ટ કરી શકાય છે. ઇમરર્જન્સી ઓક્સિજન માટે 70 ઓક્સિજનની બોટલો સહિત 23 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર તૈયાર રાખવામાં આવ્યા છે. જેથી કરીને કોરોના વધુ માથુ ઊંચકે તો કોરોનાનો કોઈ પણ દર્દી ઓક્સિજન, દવા કે તેની સારવારની અછત ન રહે. જોકે હાલમાં અંબાજીની આ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછત ચોક્કસપણે વર્તાઈ રહી છે ને તેમાં પણ ખાસ કરી ફીઝીશયન ,ગાયનેક ,PDR ને એનથેસ્ટેટિક તબીબની અછત જોવા મળી રહી છે.