ETV Bharat / state

બનાસકાંઠામાં જન્મદિવસ નિમિત્તે અલ્પેશ ઠાકોરે 30 કિમી લાંબી પદયાત્રા યોજી કર્યું શક્તિ પ્રદર્શન - દિયોદરના ઓગડથળીથી પદયાત્રાનો પ્રારંભ

બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે. ત્યારે તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં ફરી એક વાર પદયાત્રા યોજી હતી. દિયોદરના ઓગડથળીથી શરૂ થયેલી આ પદયાત્રા 30 કિલોમીટર સુધી ચાલ્યા પછી ટોટાણા સદારામ બાપુના નિવાસસ્થાને પૂર્ણ થઈ હતી. જોકે, આ પદયાત્રામાં અલ્પેશ ઠાકોર પોતે પણ લોકો સાથે જોડાયા હતા.

બનાસકાંઠામાં જન્મદિવસ નિમિત્તે અલ્પેશ ઠાકોરે 30 કિમી લાંબી પદયાત્રા યોજી કર્યું શક્તિ પ્રદર્શન

author img

By

Published : Nov 8, 2021, 12:18 PM IST

  • બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરની 30 કિલોમીટરની આત્મદર્શન પદયાત્રા
  • પદયાત્રામાં હજારો લોકો જોડાયા, પદયાત્રા થકી અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન
  • જે લોકો મને એકલો સમજે છે એ લોકોને જવાબ આપવા નીકળ્યો છુંઃ અલ્પેશ ઠાકોર

બનાસકાંઠાઃ રાજકીય ક્ષેત્રમાં ટોચ પર પહોંચવાની મહત્વાકાંક્ષાએ નીકળેલા અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ અને પેટા ચૂંટણીમાં હાર્યા બાદ રાજકારણમાં તેમનું વર્ચસ્વ ઘટી રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા અલ્પેશ ઠાકોરે શક્તિ પ્રદર્શનરૂપી પદયાત્રાનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો- પાટણ ભાજપ દ્વારા પદયાત્રા યોજી શક્તિ પ્રદર્શન કરાયું

દિયોદરથી ટોટાણા સુધી યોજાઈ પદયાત્રા

દિયોદર પાસે આવેલા ઓગડથળીથી નીકળેલી પદયાત્રા સદારામ બાપુના આશ્રમ સુધી 30 કિલોમીટર લાંબી પદયાત્રા યોજી હતી. વહેલી સવારે ઓગડથળીથી અગળનાથજી મહારાજના દર્શન કરી અલ્પેશ ઠાકોરે પદયાત્રાની શરૂઆત કરી હતી, જેમાં હજારો લોકો જોડાતા 3થી 4 કિલોમીટર લાંબી પદયાત્રા થઈ ગઈ હતી. ત્યારબાદ 30 કિલોમીટર સુધી ચાલીને પદયાત્રા કરી અલ્પેશ ઠાકોર તેમના હજારો સમર્થકો સાથે ટોટાણા ખાતે આવેલી સદારામ બાપુના આશ્રમે પહોંચ્યા હતા.

જે લોકો મને એકલો સમજે છે એ લોકોને જવાબ આપવા નીકળ્યો છુંઃ અલ્પેશ ઠાકોર

આ પણ વાંચો- બાયડના ધારાસભ્ય જશુ પટેલના સમર્થનમાં શક્તિ પ્રદર્શન

મને એકલો સમજતા લોકો માટે પદયાત્રા જવાબ છેઃ અલ્પેશ ઠાકોર

આ અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ પદયાત્રા એ લોકો માટે છે કે જે અલ્પેશ ઠાકોરને એકલો માને છે. આવા લોકોને જવાબ આપવા માટે આ પદયાત્રા છે અને આજે પણ મારી સાથે હજારો લોકો જોડાયેલા છે. આ પદયાત્રામાં જિલ્લામાંથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને અલ્પેશ ઠાકોરના હાથ મજબૂત કરવા તમામ લોકોએ એકસાથે અવાજ ઉઠાવ્યો હતો. આ અગાઉ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જિલ્લામાં લોકોએ ઠાકોર સમાજના નેતાઓને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે ફરીથી આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે દરેક સમાજના લોકો પોતાનું શક્તિબળ બતાવવા માટે કાર્યક્રમો યોજી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.