ETV Bharat / state

આંશિક નિયંત્રણો હટાવાતા બનાસકાંઠામાં ફરીથી તમામ માર્કેટયાર્ડ 22 મેથી શરૂ થયા - covid-19

કોરોના વાઇરસની મહામારીમાં બનાસકાંઠા જિલ્લામાં 25 દિવસથી પણ વધુ આંશિક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ તમામ માર્કેટયાર્ડ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે શનિવારે 25 દિવસના લોકડાઉન બાદ તમામ માર્કેટયાર્ડ ફરીથી ખુલતા ખેડૂતો પોતાના માલ લઈને આવતા નજરે પડ્યા હતા.

આંશિક નિયંત્રણો હટાવાતા બનાસકાંઠામાં ફરીથી તમામ માર્કેટયાર્ડ 22 મેથી શરૂ થયા

author img

By

Published : May 22, 2021, 8:29 PM IST

  • જિલ્લામાં કોરોનાનો કહેર
  • વધતા જતા કોરોના કેસના કારણે તમામ તાલુકાઓમાં સ્વેચ્છિક લોકડાઉન
  • 25 દિવસ સુધી બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડ કરાયા હતા બંધ

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા બે મહિના દરમિયાન કોરોના વાઇરસની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ કોરોના વાઇરસની મહામારીમાં અનેક લોકો સંક્રમિત થયા હતા અને અનેક લોકો મોતને ભેટ્યા હતા. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના તમામ તાલુકાઓમાં લોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું. તેના કારણે લોકોની અવરજવર ઘટે અને કોરોના વાઇરસના કેસો પણ ઓછા થાય તો બીજી તરફ ખેડૂતોની સૌથી વધુ અવરજવર ખેતીવાડી ઉત્પન્ન બજાર માર્કેટયાર્ડમાં હોય છે.

આંશિક નિયંત્રણો હટાવાતા બનાસકાંઠામાં ફરીથી તમામ માર્કેટયાર્ડ 22 મેથી શરૂ થયા

આ પણ વાંચોઃ આંશિક નિયંત્રણ હળવું કરાતા માંડલ APMCમાં હરાજીમાં તેજી, માર્કેટયાર્ડ ફરી ધમઘમી ઉઠતા ખેડૂતો રાજીના રેડ

25 દિવસ માર્કેટયાર્ડ બંધ રહ્યાં

જેના કારણે રોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના માલની હરાજીમાં હોય છે. જેના કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ વધારે જોવા મળતી હતી. આ પરિસ્થિતિમાં ખેડૂતોનું સંક્રમણ વધે નહીં તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા. 25 દિવસ સુધી બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ બંધ રહ્યા હતા.

25 દિવસ બાદ માર્કેટયાર્ડ ખુલ્યા

જિલ્લામાં વધતા જતા કોરોના વાઇરસના કહેર વચ્ચે તમામ માર્કેટયાર્ડ 25 દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ હવે ધીરે-ધીરે જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો થતાં હવે ધીમે ધીમે સરકાર દ્વારા તમામ ધંધા-રોજગારો ફરીથી ખોલવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત આજે શનિવારે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડ સવારે 9થી બપોરે 3 કલાક સુધી માર્કેટયાર્ડ ખોલવામાં આવ્યું હતું. માર્કેટયાર્ડ ખુલતાની સાથે જ વેપારીઓ દ્વારા બાજરી, રાજગરો, એરંડા જેવા પાકની હરાજી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે માત્ર 10થી 15 ખેડૂતો પોતાનો માલ લઈને હરાજીમાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં માર્કેટયાર્ડ ધમધમતા થયાં

લોકડાઉનમાં ખેડૂતોની સ્થિતિ બગડી

કોરોના વાઇરસની મહામારીમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ખેડૂતોની બની છે. બનાસકાંઠા જિલ્લો આમ તો મોટાભાગે ખેતી આધારિત જિલ્લો છે. જેના કારણે ચાલુ વર્ષે પણ કોરોના વાઇરસની મહામારીમાં ખેડૂતોએ પોતાના પાકમાં નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી બાજરી, રાજગરો, એરંડા સહિત અનેક પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે સતત વધતા જતા કોરોના વાઇરસના કેસના કારણે તમામ રાજ્ય બંધ કરી દેવામાં આવ્યા હતા.

ખેડૂતોના ચહેરા પર જોવા મળી ખુશી

જેના કારણે બનાસકાંઠા જિલ્લાનો ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલો પાક બંધ થઈ ગયો હતો. ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો આ તરફ 25 દિવસ સુધી ખેડૂતોનો માલ માર્કેટયાર્ડોમાં વેચવામાં આવતા ખેડૂતોએ 25 દિવસ સુધી ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારે આજે શનિવારે કોરોના વાઇરસના કેસો ઓછા થતાં બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન બજાર દ્વારા ખોલવામાં આવતા 25 દિવસ બાદ ખેડૂતોના મોઢા પર ખુશી જોવા મળી હતી. આજે શનિવારે પ્રથમ દિવસે લાંબા સમય બાદ ખેડૂતો પોતાના માલ હરાજીમાં જોડાયા હતા અને પ્રથમ દિવસે જ ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.