ETV Bharat / state

શાળાઓ શરૂ થવાને પગલે બનાસકાંઠા જિલ્લાની તમામ શાળાઓને સેનેટાઇઝર કરાઈ - Corona virus impact

ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ આવતીકાલે સોમવારથી ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઓ શરૂ થવા જઈ રહી છે, જે અંતર્ગત રવિવારે બનાસકાંઠા જિલ્લાની તમામ શાળાઓને સેનેટાઇઝર કરવામાં આવી હતી અને સોમવારથી શરૂ થતી શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

શાળાઓને સેનેટાઇઝર કરાઈશાળાઓને સેનેટાઇઝર કરાઈ
શાળાઓને સેનેટાઇઝર કરાઈ
author img

By

Published : Jan 10, 2021, 4:28 PM IST

  • રાજ્યમાં સોમવારથી ધો.10 અને 12ની શાળાઓ શરૂ
  • બનાસકાંઠા જિલ્લાની તમામ શાળાઓને કરાઈ સેનેટાઈઝર
  • 10 મહિના બાદ ફરીવાર શાળાઓ ખુલશે

બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના કારણે સમગ્ર વિશ્વમાં અફરાતફરી મચી છે. કોરોના વાઈરસના કેસ સતત વધવાને કારણે દેશની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. તેમજ દેશમાં લોકડાઉન પણ લગાવવામાં આવ્યું હતું. ત્યારે લોકડાઉન ખુલ્યા બાદ શાળાઓ ખોલવામાં આવી ન હતી, જોકે, વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું, પરંતું હવે સોમવારથી 10 મહિના બાદ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ થશે. જેને લઇને શાળાઓમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

શાળાઓને સેનેટાઇઝર કરાઈ
શાળાઓને સેનેટાઇઝર કરાઈ

જિલ્લાની તમામ શાળાઓને કરાઈ સેેનેટાઈઝર

કોરોના વાઈરસની મહામારીમાં વિદ્યાર્થીઓ વચ્ચે સંક્રમણના વધે અને કોરોના વાઈરસના કેસમાં વધારો ન થાય તે માટે જિલ્લાની તમામ શાળાઓ 10 મહિના સુધી બંધ રાખવામાં આવી હતી, પરંતુ સોમવારથી જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ થઈ રહી છે, તેને લઈને જિલ્લા શિક્ષણ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જિલ્લામાં 569 શાળાઓ આવેલી છે. જેમાં 10મા ધોરણમાં- 54,772 અને 12માં ધોરણમાં- 27,520 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે ફરી એકવાર શાળાઓ શરૂ થનાર છે, જેને લઇને રવિવારે તમામ શાળાઓને ટ્રસ્ટી મંડળ દ્વારા સેનેટાઈઝર કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય.

શાળાઓને સેનેટાઇઝર કરાઈ
શાળાઓને સેનેટાઇઝર કરાઈ

વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે શાળાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ

ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ સોમવારથી 10 મહિના બાદ ફરી જિલ્લાની શાળાઓ ખૂલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ અવનવી ચર્ચાઓ જોવા મળી રહી છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ ઘેર બેઠા છે. છેલ્લા કેટલાક મહિનાથી ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું, પરંતુ સોમવારથી ફરી એકવાર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શાળામાં જ ઓફલાઈન અભ્યાસ લેવાનો રહેશે, જેના કારણે શાળાના સંચાલક મંડળ દ્વારા પણ વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે શાળાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને શાળા ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવા માટે ફરજિયાત માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ અભ્યાસ કરાવવામાં આવશે, જેથી આવનારા સમયમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધે નહીં.

શાળાઓને સેનેટાઇઝર કરાઈ
શાળાઓને સેનેટાઇઝર કરાઈ

શાળાના સંચાલક મંડળ દ્વારા તમામ તૈયારીઓને આખરે ઓપ

સોમવારથી અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થઈ રહી છે, જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રવિવારે વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે શાળાઓને સેનેટાઇઝર કરવામાં આવી હતી, તે ઉપરાંત તમામ શિક્ષકો શાળામાં ફરજિયાત પણે હાજર રહી વિદ્યાર્થીઓને અભ્યાસ આપે તે માટે સૂચનાઓ આપી દેવામાં આવી હતી. તમામ શાળાઓના ટ્રસ્ટી ગણને કોરોના વાઈરસનું સંક્રમણ વધે નહીં તેના તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ કર્યા બાદ જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. આમ સોમવારથી જ્યારે ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થઈ રહી છે, તેને લઈને હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાની તમામ શાળાઓને સેનેટાઇઝર કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.