ETV Bharat / state

આગથળા પોલીસે રાજસ્થાનના બે શખ્સ સહિત દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું - aagathada police

બનાસકાંઠામાં ફરી એકવાર રાજસ્થાનમાંથી ગુજરાતમાં નવી મોડેસ ઓપરેન્ડીથી દારૂ ઘુસાડવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવી છે. જેમાં રાજસ્થાનના બે શખ્સ સહિત દારૂ ભરેલું ટેન્કર આગથળા પોલીસે પકડી પાડ્યું છે. દારૂ અને ટેન્કર સહિત 38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આગથળા પોલીસે રાજસ્થાનના બે શખ્સ સહિત દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું

author img

By

Published : Jun 14, 2021, 8:50 AM IST

  • અકાળા પોલીસને વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા
  • આગથળા પોલીસે ટેન્કરની તપાસ લેતા દારૂ મળી આવ્યો
  • 38 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની કરી અટકાયત

બનાસકાંઠાઃ રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ગુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે. ટેન્કરમાં દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસને આગથળા પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આગથળા પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે સમયે દારૂ ભરેલું ટેન્કર પસાર થઇ રહ્યું હોવાની માહિતી મળતા જ પોલીસે સતર્ક થઇ ગઇ હતી અને કાતરવા પાસે આવેલા કેટલફીડ નજીક પસાર થઇ રહેલા શંકાસ્પદ ટેન્કરને ઉભું રખાવી તલાસી લેતાં તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આગથળા પોલીસે રાજસ્થાનના બે શખ્સ સહિત દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું

આ પણ વાંચોઃ પધ્ધર પોલીસે 3 શખ્સોને દારૂની 76 બોટલો સાથે ઝડપી પાડ્યા

પોલીસે 38 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 1,733 જેટલી બોટલો જપ્ત કરી હતી. જ્યારે દારૂ, ટેન્કર, રોકડ રકમ અને બે મોબાઇલ સહિત કુલ 38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટેન્કર ચાલક ફતારામ થાનારામ જાટ અને મગનારામ ખેતારામ જાટની અટકાયત કરી હતી તેમજ દારૂ ભરાવનાર બાડમેરના સતારામ જાટ સહિત ત્રણ વિરૂદ્ધ પ્રોહિબિશનનો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આગથળા પોલીસે રાજસ્થાનના બે શખ્સો સહિત દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું

બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરીમાં વધારો

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ બનાસકાંઠા જિલ્લામાંથી અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે. કેટલીકવાર તો બુટલેગરો દ્વારા અલગ-અલગ પ્રકારના કીમિયા અપનાવી વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે.

આ પણ વાંચોઃ Cyber Crime : ચાઈનીઝ એપ દ્વારા 520 કરોડની છેતરપિંડી કરનારી ગેંગના 2 સાગરિતો સુરતથી ઝડપાયા

પોલીસની સતર્કતાના કારણે આવા બુટલેગરો પોલીસના હાથે ઝડપાઇ જતા હોય છે

છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને ગુંદરી ચેકપોસ્ટ પરથી સૌથી વધુ બુટલેગરો દ્વારા વિદેશી દારૂ બનાસકાંઠા જિલ્લામાં મોકલવામાં આવે છે. ત્યારે અવાર- નવાર પોલીસની સતર્કતાના કારણે આવા બુટલેગરો પોલીસના હાથે ઝડપાઇ જતા હોય છે. ત્યારે હજુ પણ રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટો પર રાત્રિ પેટ્રોલીંગ વધારવામાં આવે, તો હજુ પણ અનેક બુટલેગરો દારૂ સાથે ઝડપાઈ શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.